Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગપતિ બી.કે. પટેલનું થયું વિશિષ્ટ સન્માન
ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગપતિ બી.કે. પટેલનું થયું વિશિષ્ટ સન્માન

Rajeshkumar Jadav
Last updated: September 20, 2026 6:32 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
6 Min Read
SHARE

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગપતિ બી.કે. પટેલનું થયું વિશિષ્ટ સન્માન

બી. કે. પટેલ દ્વારા માતૃસંસ્થાનું ઋણ અદા કરવાની દિશામાં સ્તુત્ય પગલું :

શાળામાં ₹8.50 લાખના દાનથી ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત; દાતાઓના નામની તકતીનું અનાવરણ

 

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

કેપિટલ મેસેજ 

Capital message 

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણ શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક અને ઇતર પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહી છે. વિદ્યાર્થીઓની સલામતીને પણ શાળાની સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શાળામાં ફાયર સેફ્ટી સિસ્ટમની જરૂરિયાત જણાતાં આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર દ્વારા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, પાટણનાજ પનોતા પુત્ર અને સફળ ઉદ્યોગપતિ બી.કે. પટેલ સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી.

More Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

શાળાની જરૂરિયાતને તત્કાળ સ્વીકારી બી.કે. પટેલે હકારાત્મક પ્રતિસાદ આપતાં ડાયનેમિક ફાઉન્ડેશનના બી.કે. પટેલ, રમેશભાઈ પટેલ અને દીક્ષિતભાઈ પટેલ દ્વારા આશરે ₹8.50 લાખ જેટલું માતબર દાન આપવામાં આવ્યું હતું. આ સહયોગથી શેઠ એમ. એન. હાઇસ્કુલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા પરિવારની સલામતીની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ બની છે.

આ નિમિત્તે તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં દાતા બી.કે. પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ માટે યોગદાન આપનાર ડાયનેમિક ફાઉન્ડેશન અમદાવાદના

બી.કે. પટેલ, રમેશભાઈ પટેલ અને દીક્ષિતભાઈ પટેલના નામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં શિક્ષણ નિરીક્ષક ડૉ. મધુબેન દેસાઈ, મંડળના કારોબારી સભ્ય ભાઈ મનોજભાઈ પટેલ સહિત શાળાનો સમગ્ર સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે સૌનું સ્વાગત કરતાં શાળાની વિવિધ શૈક્ષણિક, સહઅભ્યાસિક અને ઇતર પ્રવૃત્તિઓ તેમજ શાળાની પ્રગતિ અંગે માહિતી આપી હતી. તેમણે બી.કે. પટેલ દ્વારા શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના હિત માટે સતત આપવામાં આવી રહેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

More Read

પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ
જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો
અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડૉ. મધુબેન દેસાઈએ શેઠ એમ. એન. હાઈસ્કૂલની વિવિધ નવીન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, અભ્યાસક્રમ આધારિત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી શાળા તરીકે શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણમાં આગવું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સેફ્ટી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવી એ શાળાની જાગૃતતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવી તેમણે આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા તેમની દોરવણી હેઠળ કાર્યરત સમગ્ર ટીમ “એમ.એન.” ને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રતિભાવ આપતાં બી. કે. પટેલે જણાવ્યું હતું કે, “શાળામાં ફાયર સેફ્ટી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવીને મેં શાળા પર કોઈ ઉપકાર કર્યો નથી. પોતાની માતૃસંસ્થા પ્રત્યેના લગાવ અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેની નૈતિક જવાબદારી સમજીને આ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓ અને શાળાના વિકાસ માટે જે કંઈ જરૂરી હોય તેમાં યથાશક્તિ સહયોગ આપવો એ હું મારી નૈતિક ફરજ માનું છું. ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના શિક્ષણ કે શાળાના વિકાસ માટે કોઈ જરૂરિયાત હોય તો વિના સંકોચે મને જણાવશો.”

ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલે બી. કે. પટેલ ને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા.

ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલે દાતા બી.કે. પટેલના સેવાભાવી અભિગમને બિરદાવતાં જણાવ્યું હતું કે, પોતાની માતૃસંસ્થા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓના હિતમાં સતત યોગદાન આપવું એ અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ છે

અત્રે ઉલ્લેખનીય છે કે, બી.કે. પટેલે પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવાની ભાવનાથી આ અગાઉ પણ શેઠ એમ. એન. હાઇસ્કુલના શૈક્ષણિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના તરફથી આશરે ₹25 લાખના ખર્ચે ત્રણ વિજ્ઞાન પ્રવાહની લેબોરેટરીઓનું નવીનીકરણ, સુવિધાસભર બનાવટ અને જરૂરી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીમાં મદદરૂપ થાય તે માટે દર વર્ષે આશરે ₹1 લાખના ખર્ચે અપેક્ષિત પ્રશ્નપત્રો અને એસાઈમેન્ટ આધારિત શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. આ સહયોગથી વિદ્યાર્થીઓની પરીક્ષા તૈયારીને વેગ મળ્યો છે. ચાલુ વર્ષમાં ધોરણ 10નું પરિણામ આશરે 77 ટકા રહ્યું છે, જે છેલ્લા 15 વર્ષનું શાળાનું શ્રેષ્ઠ પરિણામ છે. વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને બી.કે. પટેલ દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક સામગ્રીના ઉપયોગથી પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત

આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં પાછળ ન રહી જાય તે માટે આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે શાળામાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AI શિક્ષણ શરૂ કરવાની રજૂઆત બી. કે. પટેલનેકરી હતી.

શાળાના 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ગ્રામ્ય અને સામાન્ય તથા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા હોવાથી બી.કે. પટેલે આ પહેલને પણ તત્કાળ સહયોગ આપ્યો હતો. પરિણામે બી.કે. પટેલના આર્થિક સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન શેઠ એમ. એન. હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AI વર્ગો યોજાયા હતા. વિદ્યાર્થીઓની પ્રગતિ નિહાળ્યા બાદ બી.કે. પટેલે આ વર્ગો ચાલુ વર્ષે પણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

શાળામાં શરૂ થયેલી આ AI શિક્ષણ પહેલની નોંધ લઈ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા શાળા પરિવારને વિશેષ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પહેલને સાકાર કરવામાં પણ બી.કે. પટેલના વિશેષ સહયોગ બદલ આચાર્યએ તેમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

આમ, વિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સેફ્ટી સિસ્ટમ હોય, વિજ્ઞાન લેબોરેટરીઓનું આધુનિકીકરણ હોય, વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવાની વાત હોય કે પછી આધુનિક AI શિક્ષણની તક ઊભી કરવાની— બી.કે. પટેલ દ્વારા પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવાની ભાવના સાથે સતત કરવામાં આવતું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. તેમનો આ સેવાભાવી અભિગમ શાળાના અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ પોતાની માતૃસંસ્થા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આગળ આવી યોગદાન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે. અંતે, શાળાના સુપરવાઈઝર વર્ષાબેન પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી
Next Article શેઠ એમ. એન. હાઇસ્કુલ ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધામાં અવ્વલ નંબરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video