Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
ગુજરાત

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

Rajeshkumar Jadav
Last updated: April 1, 2026 10:08 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

નવા દેલવાડા પાસે આઈશર ચાલકે 8 પદયાત્રીઓને અડફેટે લીધા; 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કેપિટલ મેસેજ, ન્યુઝ 

મહેસાણા જિલ્લામાં અવારનવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો ઉમેરો થયો છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈશર ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય પાંચ પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

More Read

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

ઘટનાની વિગત:

પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધપુરના ધનાવાડાથી રવિવારે બપોરે અંદાજે 60 જેટલા પદયાત્રીઓનો સંઘ શંખલપુર અને બહુચરાજી જવા માટે રવાના થયો હતો. સોમવારે રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે જ્યારે સંઘ નવા દેલવાડા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક આઈશર ગાડીના ચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓ સાથેનો રથ પણ દૂર સુધી ફંગોળાઈ ગયો હતો.

બે યુવકોએ જીવ ગુમાવ્યા:

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

આ અકસ્માતમાં કુલ 8 પદયાત્રીઓ અડફેટે આવ્યા હતા. જેમાંથી ઠાકોર દલપતજી અને ઠાકોર લાલાજીભાઈ નાગજીભાઈ નામના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર પંથકમાં અને પદયાત્રીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઈજાગ્રસ્તોની હાલત નાજુક

ઘટનામાં ઘાયલ થયેલા અન્ય પાંચ પદયાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓની હાલત વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
Next Article પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલનો 50મો વાર્ષિકોત્સવ, શુભેચ્છા સન્માન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video