Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ધારપુર મેડિકલ કોલેજમાં MRI સેન્ટરનું ઈ-લોકાર્પણ, દર્દીઓને મળશે આધુનિક નિદાન સુવિધા
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજમાં MRI સેન્ટરનું ઈ-લોકાર્પણ, દર્દીઓને મળશે આધુનિક નિદાન સુવિધા

Rajeshkumar Jadav
Last updated: October 14, 2026 2:05 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ધારપુર મેડિકલ કોલેજમાં MRI સેન્ટરનું ઈ-લોકાર્પણ, દર્દીઓને મળશે આધુનિક નિદાન સુવિધા

ખાનગી કેન્દ્રોમાં MRI તપાસ પાછળ થતો રૂ. ૩,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીનો ખર્ચ ઘટશે; ધારપુરમાં ૧.૫ ટેસ્લાનું વાઇડ-બોર MRI મશીન કાર્યરત

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

Capital message 

પાટણ જિલ્લાના ધારપુર સ્થિત જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આધુનિક આરોગ્ય સુવિધામાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારપુર અને મહેસાણા જિલ્લાના વડનગર ખાતે MRI સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં હવે પાટણ સહિત આસપાસના વિસ્તારના દર્દીઓને MRI તપાસ માટે અમદાવાદ સહિતનાં મોટાં શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે અને સ્થાનિક સ્તરે આધુનિક નિદાન સુવિધા ઉપલબ્ધ બનશે.

રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં અદ્યતન તબીબી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્યની ૧૪ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં કુલ રૂ. ૧૭૮.૫૪ કરોડના ખર્ચે MRI સુવિધા વિકસાવવાના પ્રોજેક્ટ હેઠળ ધારપુર અને વડનગરમાં આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

ધારપુર મેડિકલ કોલેજ ખાતે કાર્યરત કરવામાં આવેલું ૧.૫ ટેસ્લા ક્ષમતાનું વાઇડ-બોર MRI મશીન દર્દીઓ માટે વધુ અનુકૂળ રહેશે. સામાન્ય MRI મશીનની સરખામણીએ તેમાં વધુ જગ્યા હોવાથી તપાસ દરમિયાન દર્દીઓને થતી અસ્વસ્થતા ઘટાડવામાં મદદ મળશે. મગજ, બ્રેઇન સ્ટ્રોક, કરોડરજ્જુ, હાડકાં અને કમર સંબંધિત વિવિધ તકલીફોના સચોટ નિદાનમાં આ મશીન ઉપયોગી બનશે.

ખાનગી કેન્દ્રોમાં MRI તપાસ માટે અંદાજે રૂ. ૩,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીનો ખર્ચ થતો હોય છે. સરકારી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓના સમય અને નાણાંની બચત થવાની સાથે આર્થિક બોજ ઘટાડવામાં પણ મદદ મળશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પાત્રતા અને પ્રવર્તમાન નિયમો મુજબ લાભાર્થીઓને પણ યોજનાનો લાભ મળી શકશે. MRI તપાસના પરિણામોના આધારે તબીબોને રોગનું સચોટ નિદાન કરવામાં મદદ મળશે, જેથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર આપી શકાય.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદાર રમેશભાઈ સિંધવ તેમજ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ધારપુર ખાતે MRI સેન્ટરની શરૂઆતથી પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આધુનિક નિદાન સુવિધા વધુ સુલભ બનશે. સ્થાનિક સ્તરે આ સુવિધા ઉપલબ્ધ થવાથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવાની સાથે દર્દીઓને મોટા શહેરો સુધી લાંબી મુસાફરી કરવાની મુશ્કેલીમાંથી પણ રાહત મળવાની આશા છે.

More Read

શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી
શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!
ડભોઇનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ

રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર કોલેજમાં રક્તદાન કેમ્પમાં ૫૬ બોટલ રક્ત એકત્રિત, ૧૩૬ થેલેસેમિયા ટેસ્ટ કરાયા
Next Article પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: મહિલા ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે તાલીમ યોજાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ : વડાવલીમાં ભાજપ કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત : પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video