પાટણ : વડાવલીમાં ભાજપ કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત : પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

કેપિટલ મેસેજ
Capital message
26, October, 2026
પાટણ જિલ્લાના વડાવલી ખાતે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત : પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ અને ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભાજપના આગેવાનો, કિસાન મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ‘મન કી બાત’ના પ્રભારી અને મણિનગરના પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રભારી મહેશભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત કિસાન મોરચાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે પ્રાકૃતિક કૃષિના વિષયને જોડીને ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને ખેડૂતો ખેતીની ટકાઉ પદ્ધતિઓ તરફ આગળ વધે તેવા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ કિસાન મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.
Rajesh Jadav, patan
