પાટણ જિલ્લા ભાજપ દ્વારા આગામી પ્રશિક્ષણ વર્ગને લઈને બેઠક યોજાઈ

કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગોના જિલ્લા પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના સંયોજક દિલીપભાઈ જોશી ના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રશિક્ષણ વર્ગમાં તમામ અપેક્ષિત સંખ્યા હાજર રહે તેની ચિંતા કરવામાં આવી હતી
બેઠકમાં આગામી આયોજનોની રૂપરેખા તૈયાર કરતા પાટણ જિલ્લામાં પ્રશિક્ષણ વર્ગ સુચારૂ રૂપે પાર પડે તે માટે 16 જેટલા હોદ્દેદારોને સંયોજક તરીકે વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે.નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગામી ૮ અને ૯ ઓગસ્ટના રોજ સમી ખાતે મંડળોનો પૂરક પ્રશિક્ષણ વર્ગ યોજાશે. આ વર્ગની સફળતા બાદ તબક્કાવાર પાટણ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યકર્તાઓમાં શિસ્ત અને સંગઠનનો ભાવ કેળવવાના આ મહત્વપૂર્ણ અભિયાનને સફળ બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં અગ્રણી દીલીપભાઈજોશી સુષ્માબેન રાવલ અને અશોકભાઈ પટેલમિલન પટેલ સહિતના અપેક્ષિત હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી
