એસીબી સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરિક
આરોપી:- ચંદુભાઇ ગેલાભાઇ હરણ ઉ.વ.૩૪, હોદો- રેવન્યુ તલાટી વર્ગ-૦૩, મામલતદાર ભુજ (શહેર)
ગુનો બન્યા :-
તા.૩૦/૦૭/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :-
રૂા.૩૫,,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :-
રૂા.૩૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :-
રૂા.૩૫,૦૦૦/-
ટ્રેપનું સ્થળ :-
પ્રાંત અને મામલતદાર કચેરી ભુજ-કચ્છ.
ટૂંક વિગત :-
આ કામના ફરીયાદીની વડીલો પાર્જીત મોજે ભુજ ખાતે આવેલ જમીન ગઇ તા.૨૭/૦૩/૨૦૨૬ ના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેંચાણ કરેલ છે. આ જમીન સિવાય ફરીયાદી પાસે હવે અન્ય કોઇ ખેતીની જમીન બાકી રહેતી ન હોવાથી ફરીયાદીને ખેડુત ખાતેદારનો દરજ્જો ચાલુ રાખવા માટેનો ખેડુત ખાતેદારનો દાખલો આપવા માટે રૂપિયા ૪૦,૦૦૦/- ની ગે.કા. લાંચની માંગણી કરી રકજકના અંતે રૂા.૩૫,૦૦૦/- ગે.કા. લાંચની માંગણી કરી આજરોજ આપવાનો વાયદો કરેલ. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૩૫,૦૦૦ /-ની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :
જે.જે.ચૌધરી,
પોલીસ ઇન્સપેકટર,
ભૂજ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ
સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.
ઇન્ચાર્જ અધિકારી:
બળદેવસિંહ વાઘેલા
નાયબ નિયામક
એ.સી.બી. રાજકોટ.
