વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય લોકલ બ્રાન્ચ પોલીસને બાતમી આધારે ટેમ્પો મા વિદેશી દારૂ લઈ જતાં ઝડપાય.
કેપિટલ મેસેજ
Capital message
કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ નંબર ચાર ઉપર આઇસર ટેમ્પામાં વિદેશી શરાબ લઈ જતા ઝડપાઈ ગયા હતા જેમાં મુદ્દા માલ સહિત કુલ ૨૮ લાખ 53,764 ના મુદ્દા માલ સાથે બે ઇસમો ને ઝડપી વાદી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે..
લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા પીએસઆઇ પી કે ભુત તથા એ.એસ.આઇ. ભુપતભાઇ વિરમભાઇ તથા અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઇ તથા અ.હે.કો. પ્રવિણસિંહ રણવિરસિંહ તથા અ.પો.કો હર્ષકુમાર સનાતનભાઈ તથા આ.હે.કો. વિનોદસિંહ કીશનસિંહ તથા અ.હે.કો.મહેશકુમાર દીનેશભાઇ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા એ રીતેના કરજણ પો.સ્ટે.ના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઇ દીલ્હી નેશનલ એક્ષપ્રેસ નંબર-૦૪ ઉપર મુબંઇ થી દીલ્હી જતી ટ્રેક ઉપર આવેલા ઉપરથી આઇસર નંબર-MH-15-JW-3074 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશીદારૂની પેટી નંગનંગ-૩૧૬ જેમાં કુલ બોટલ નંગ-૭,૫૮૪, કિ.રૂા.૧૮,૧૭,૬૬૪/- નો તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા.૫,૦૦૦/- તથા GPS સીસ્ટમ કી.રૂ. ૫,૦૦૦/- તથા ખાખી કલરના પુઠાના બોક્ષમાં પ્લાસ્ટીકની બોટલ, ગ્લાસ, ડબ્બા ભરેલ બોક્ષ નંગ-૧૨૫ એક બોક્ષની આશરે કી.રૂ. ૨૦૦/- લેખે કુલ કી.રૂ.૨૫,૦૦૦/- તેમજ તાટપત્રી નંગ-૦૧ કી.રૂ.૧૦૦૦/- તથા રસ્સી કી.રૂ.૧૦૦/- તથા આઇસર ગાડી નંબર-MH-15-JW-3074 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૮,૫૩,૭૬૪/-ના મુદ્દામાલ સાથેઅર્જુન રામજીત બીંદ રહે.સેખાહી ગામ તા. શાહગંજ જી.જોહનપુર થાણા. સરપતાહ ઉત્તરપ્રદેશનો પકડાઇ ગયેલ હોય તેમજ તેમજઆ વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઇસર ગાડી પાસે સકીલ મોહમદ રહે. સુલતાનપુર યુ.પી. હાલ રહે.દમણ નાનો મુકી ગયેલ હોય તે તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમા જણાઇ આવે તેઓ તમામ વિરૂધ્ધમાં પ્રોહી એક્ટ કલમ ૬૫ એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), મુજબની ફરીયાદ આ.હે.કો. વિનોદસિંહ કીશનસિંહ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય ફરીયાદ તેમજ કબ્જે કરેલ મુદામાલ તથા આરોપી સામે ગુન્હો રજી કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
