માં રેવા આશ્રમ’માં શનિવારી અમાસની ભવ્ય ઉજવણી

ડભોઇ તાલુકાના કરનાળી ખાતે મા રેવા આશ્રમ’માં શનિવારી અમાસની ભવ્ય ઉજવણી: 5,000 થી વધુ ભક્તો માટે છાશ ચા-નાસ્તા અને મહાપ્રસાદનું આયોજન
કેપિટલ મેસેજ ન્યુઝ
Capital message
ડભોઇ કરનાળી નર્મદા કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે શનિવારી અમાસના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ ખાસ પ્રસંગે કરનાળી સ્થિત મા રેવા આશ્રમ દ્વારા દર વખતની પરંપરા મુજબ આ વખતે પણ હજારો ભક્તો માટે ભવ્ય સુવિધાઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજના પવિત્ર દિવસે 5,000 થી વધુ ભક્તોએ આશ્રમ ખાતે ચા નાસ્તો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
તહેવારો અને અમાસ પર અવિરત સેવા યજ્ઞ
મા રેવા આશ્રમ પોતાની સામાજિક અને ધાર્મિક સેવાઓ માટે જાણીતો છે. આશ્રમ દ્વારા દર વર્ષે દરેક અમાસ, પર્વ કે ધાર્મિક વાર-તહેવારો પર અહીં આવતા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ચા-નાસ્તા અને જમણવાર (મહાપ્રસાદ) નું સુંદર આયોજન કરવામાં આવે છે, જેથી દૂર-દૂરથી આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે શનિવારી અમાસને પગલે ભક્તોનું ઘોડાપૂર: રજનીભાઈ પંડ્યા (બાપુ)

મા રેવા આશ્રમના મુખ્ય સંચાલક એ જણાવ્યું હતું કે આજે શનિવારી અમાસનો પવિત્ર સંયોગ હોવાના કારણે નર્મદા સ્નાન અને દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. આશ્રમમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન, ચા-નાસ્તો તેમજ ગરમીમાં આરામથી બેસી શકે તે માટે વિશ્રામની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે આશ્રમના સ્વયંસેવકો સતત કાર્યરત છે
મહાપ્રસાદ (જમણવાર): 5,000 છાશ થી વધુ લોકો માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા અલ્પાહાર: વહેલી સવારથી જ ભક્તો માટે છાશ ગરમાગરમ ચા અને નાસ્તાની સગવડ.વિશ્રામ વ્યવસ્થા: દૂરથી આવતા યાત્રાળુઓ ગરમીથી બચી શકે તે માટે બેસવા અને આરામ કરવાની ખાસ વ્યવસ્થા.
પવિત્ર નર્મદા મૈયાના કિનારે આવેલા મા રેવા આશ્રમની આ નિઃસ્વાર્થ સેવા જોઈને અહીં આવેલા હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આશ્રમની વ્યવસ્થાની ભારે સરાહના કરી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
