બેદરકારી: ભર ઉનાળે પાણીની રામાયણ સ્થાનિકોમાં ભારે રોષ

ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારી: ભરઉનાળે શેઠ શેરી વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ સ્થાનિકોમાં ભારે રોષ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની આ સિઝનમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાઘા શેઠ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવી રહી છે જેને પગલે લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે
નવી પાઇપલાઇન નાખી માત્ર ટેન્ડર પાસ કરાયાનો આક્ષેપ સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે ડભોઇ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પીવીસી (PVC) ની નવી પાઇપલાઇન તો નાખવામાં આવી છે પરંતુ તે માત્ર ટેન્ડર પાસ કરાવીને સંતોષ માનવા પૂરતું જ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે. નવી લાઇન નાખ્યા પછી પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. પાણી એટલા ધીમા ફોર્સથી આવે છે કે લોકો પૂરતું પાણી ભરી પણ શકતા નથી એક અઠવાડિયાથી સતત રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરીના ધક્કા ખાવામાં આવી રહ્યા છે. સત્તાધીશોને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી ભરઉનાળે પીવાના પાણી માટે વલખાં મારતા નાગરિકોની વાત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. જો વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશેશેઠ શેરી વિસ્તાર, ડભોઇ મુખ્ય પ્રશ્નો અને સ્થાનિકોની માંગ:
ધીમો ફોર્સ: નવી પાઇપલાઇન નાખ્યા પછી પણ પાણી ખૂબ જ ધીમી ગતિએ આવે છે.
તંત્રની ઉદાસીનતા: વારંવારની રજૂઆતો બાદ પણ સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.ચિમેટા જેવી ચીમકી: જો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ નહીં આવે, તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.ડભોઇ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો આ ગંભીર બાબતની લે અને શેઠ શેરી વિસ્તારના નાગરિકોને આ ઉનાળામાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વહેલી તકે યોગ્ય નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
