એસ.ટી.ની બેદરકારીથી વિદ્યાર્થીઓ રામભરોસે

ડભોઈ-શિનોર પંથકમાં એસ.ટી. નિગમની ઘોર બેદરકારી ખખડધજ બસોના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો રામભરોસે
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ તાલુકાના કાયાવરોણ, ચાણોદ અંતરિયાળ વિસ્તારોમાં તેમજ શિનોર તાલુકાના બરકાલ, માલસર અને માંડવા સહિતના ગ્રામ્ય રૂટ પર એસ.ટી. નિગમ દ્વારા અત્યંત ભંગાર અને આયુષ્ય પૂરું કરી ચૂકેલી બસો દોડાવવામાં આવી રહી છે. જેને કારણે દૈનિક મુસાફરો અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મુખ્ય સમસ્યાઓ જે જનતા ભોગવી રહી છે આ રૂટ પર ચાલતી ઘણી બસોમાં બ્રેક પણ વ્યવસ્થિત લાગતી નથી, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે વચ્ચે રસ્તે બ્રેકડાઉન નિર્ધારિત કિલોમીટર પૂર્ણ કરી ચૂકેલી આ બસો વારંવાર રસ્તામાં જ ખોટકાઈ જાય છે.

મુસાફરોની રઝળપાટ: બસ બગડવાને કારણે બીમાર દર્દીઓ, નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને કલાકો સુધી રસ્તા પર બીજી બસની રાહ જોવી પડે છે.રજૂઆતો છતાં તંત્ર નિંભર સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ ગંભીર પ્રશ્ને ગુજરાતના ઉપમુખ્યમંત્રી, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ડભોઈ ડેપો મેનેજરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અમે વારંવાર રજૂઆત કરી છે કે આ રૂટ પર નવી બસો ફાળવવામાં આવે, પરંતુ ડભોઈ ડેપો મેનેજર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. શું કોઈ મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું સૌથી વધુ માઠી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. બસ સમયસર ન પહોંચવાને કારણે અથવા રસ્તામાં બગડવાને કારણે વિદ્યાર્થીઓ પોતાની શાળા કે કોલેજ સમયસર પહોંચી શકતા નથી, જેનાથી તેમના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે હોસ્પિટલ જતા અને અન્ય કામે જતા લોકો પણ જૂની અને કંડોમ્બર બસ ના કારણે લોકો પરેશાન થઈ ગયા છે તંત્રને વેધક સવાલ શું મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પણ ડભોઈ ડેપો મેનેજર આ રૂટ પર નવી બસો ફાળવશે ખરા? જનતા હવે આ ‘મોતના સવારી’ સમાન ખખડધજ બસોથી છુટકારો ઈચ્છી રહી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
