ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન:ગુજરાત ભરમાંથી જનમેદની ઉમટી

કેપિટલ મેસેજ, ન્યુઝ
આ પ્રસંગે ફૈઝૈ નુરાની દરગાહ, પેટલાદમા ભણતા ૩ વર્ગ ના બાળકોની વાર્ષિક પરિક્ષામા ઉતીર્ણ બાળકો ને ઇનામો વિતરણ કરવા આવેલા અને દારૂલ ઉલુમ ફૈઝૈ નુરાની,વાગરા હાફેઝ થયેલા હાફેઝસાહબોની દસતારબંધી હઝરત મોહમ્મદ યુસુફબાવા સાહેબના હસ્તે કરવામાં આવી હતી.ડભોઇ અને પેટલાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુરીદો અને આસ્થાવાન ભક્તોએ હાજરી આપી હતી ઉર્સના પાવન અવસરે હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબના નિવાસસ્થાનેથી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં નાત શરીફ અને કુરાન શરીફની તિલાવતો પડતા પડતા વિવિધ વિસ્તારોમાંથી બાદ જુલુસ નૂરાની બાવા દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું. ત્યાં પરંપરાગત રીતે ફૂલ અને ચાદર શરીફ પેશ કરવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં અમન-શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી.

ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિ આ પ્રસંગે ગાદીનશીન સૈયદ મહંમદ યુસુફ બાવા તથા સૈયદ મહંમદ તાહિર બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આવેલા તમામ મુરીદોને દુવાઓ કરવામાં આવી હતી દૂર-દૂરથી ઉમટેલો માનવ મહેરામણ આ ૨૬માં ઉર્સમાં હાજરી આપવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજ્યના ખૂણેખૂણેથી લોકો ઉમટી પડ્યા હતા વડોદરા શહેર ડભોઇ, સાધલી, બોડેલી તેજગઢ પાવીજેતપુર છોટાઉદેપુર અને પંચમહાલ હાલોલ કાલોલ ભરૂચ જિલ્લો એટલું જ નહીં, આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં મુરીદો ખાસ હાજરી આપવા માટે પેટલાદ પહોંચ્યા હતા. સમગ્ર ઉર્સ દરમિયાન મુરીદો માટે રહેવા અને જમવાની (નિયાઝ) સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
