બુથ મહાસંપર્ક અભિયાન અંતર્ગત રાવિન્દ્રા ગામે બુથમાં કાર્યકરો સાથે સંપર્ક

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા બુથ મહાસંપર્ક અભિયાન અંતર્ગત આજે રાવિન્દ્રા ગામના બુથ નંબર 2 ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જનસંઘી કાર્યકર ઠાકોર તારાચંદજી વસ્તાજીના નિવાસસ્થાને મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કાર્યકરો સાથે સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમના ઘરે ભાજપનો ધ્વજ લગાવી સંગઠન પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે ઠાકોર મિતેશજી વિનોદજીને કિશાન સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે રાજુજી ઠાકોર (મંત્રી, જિલ્લા કિશાન મોરચો), રતાજી ઠાકોર (પ્રમુખ, હારીજ તાલુકા કિશાન મોરચા) તેમજ વિરમજી ઠાકોર (મીડિયા સેલ ઇન્ચાર્જ, જિલ્લા કિશાન મોરચા) હાજર રહ્યા હતા.
આ અભિયાન દ્વારા ગામડાંના સ્તરે કાર્યકરો સાથે સીધો સંપર્ક સાધી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
