Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભક્તિભાવભેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો
ધર્મ ભક્તિ

રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભક્તિભાવભેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો

Rajeshkumar Jadav
Last updated: April 2, 2026 10:46 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભક્તિભાવભેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો 

પંચકૂંડી મહાયજ્ઞ ભવ્ય શોભાયાત્રા અને ડીજેના તાલે સમગ્ર રાધનપુર શહેરમાં ધાર્મિક માહોલ ગુંજી ઉઠ્યો…

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર
પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

રાધનપુર શહેરમાં હનુમાન જન્મોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવાયો હતો. શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે પંચકુંડી મહાયજ્ઞ, ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યક્રમોથી શહેરમાં આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

રાધનપુરમાં શ્રી વઢિયાર રાપરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના સંયુક્ત આયોજન હેઠળ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

More Read

પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ
ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી રાપરીયા હનુમાનજી મંદિરથી રાધનપુર રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના સંતો, મહંતો, ભક્તજનો તેમજ રાધનપુર શહેરની ધર્મપ્રેમી જનતા ઉત્સાહભેર જોડાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ઠંડુ પાણી છાશ સહીત કુલ્ફી વિતરણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવ્યું હતું

શોભાયાત્રામાં પાંચ બગીઓ, ટ્રેક્ટરો તેમજ ડીજેના તાલ સાથે સમગ્ર શહેરમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો. માર્ગભરમાં ભક્તોએ જયઘોષો સાથે ધાર્મિક ઉમંગ વ્યક્ત કર્યો હતો.

ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે વહેલી સવારથી શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે પંચકુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાયજ્ઞમાં યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હવન-પૂજન કરવામાં આવ્યું હતું.

ઉત્સવ દરમિયાન મંદિરે આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે ચા-પાણી, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનમાં શ્રી વઢિયાર રાપરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ તથા ઉપપ્રમુખ મહેશભાઈ સાધુ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

More Read

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

સાથે જ શ્રી રાપરીયા યુવા સંગઠનના યુવા મિત્રો દ્વારા સેવાકીય કામગીરી, પ્રસાદ વિતરણ, ભક્તજનોની વ્યવસ્થા અને શોભાયાત્રા સંકલનમાં સક્રિય ભાગ ભજવવામાં આવ્યો હતો.

હનુમાન જન્મોત્સવ, પંચકુંડી મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાના આ આયોજનથી રાધનપુર શહેરમાં ભક્તિ, આસ્થા અને ધાર્મિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર.પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ
Next Article ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

ધર્મ ભક્તિ

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ધર્મ ભક્તિ

અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો

ધર્મ ભક્તિ

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video