રાધનપુરમાં લિફ્ટનો તાર તૂટતા વેપારીનું કરૂણ મોત-લિફ્ટનો તાર તૂટતા દુર્ઘટના

રીપેરિંગ બાદ લિફ્ટ તૂટી પડતા જીવ ગયો- સુરક્ષા વગરની લિફ્ટ બની મોતનું કારણ? તંત્ર સામે કડક તપાસની માંગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાંથી એક હૃદયવિદારી ઘટના સામે આવી છે.
લિફ્ટના તાર તૂટતા એક વેપારીનું કરૂણ મોત થતા સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે.
રીપેરિંગ બાદ પણ ખામી યથાવત રહી અને ત્યારબાદ જ આ ગંભીર અકસ્માત સર્જાતા હવે બેદરકારીના સવાલો ઉઠી રહ્યા છે.
રાધનપુર શહેરમાં ધરતી ગ્લાસ સાથે સંકળાયેલા પરસોત્તમભાઈ મણીલાલ પંચાલનું આકસ્મિક અવસાન થયું છે… તેમની ઉંમર અંદાજે 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે…
મળતી માહિતી મુજબ, ધરતી ગ્લાસની બાજુમાં આવેલી આર.એસ. મેમણની કરિયાણાની દુકાનમાં તાજેતરમાં નવી લિફ્ટ ગોઠવવામાં આવી હતી…
સવારના સમયે લિફ્ટનું રીપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ રીપેરિંગ બાદ પણ ખામી યથાવત રહી હોવાનું જણાવાયું છે…
કારીગર સ્થળ પરથી નીકળી ગયા બાદ લિફ્ટ ચેક કરવા માટે પરસોત્તમભાઈને બોલાવવામાં આવ્યા હતા…
તેઓ લિફ્ટ તપાસવા માટે ઉપર ગયા ત્યારે અચાનક લિફ્ટનો તાર તૂટી જતા લિફ્ટ જોરદાર રીતે નીચે પટકાઈ…
જેમાં પરસોત્તમભાઈ પણ ગંભીર રીતે નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી…
ઘટનાનો અવાજ સાંભળતા આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા અને તેમને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…
પરંતુ હોસ્પિટલ પહોંચત જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા…
મુખ્ય સવાલો:
રીપેરિંગ બાદ પણ લિફ્ટ કેવી રીતે ચાલુ રાખવામાં આવી?
શું સુરક્ષા ચેક વિના લિફ્ટ ઉપયોગમાં લેવાઈ રહી હતી?
આ દુર્ઘટના પાછળ બેદરકારી જવાબદાર છે..
આ ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ ગંભીર બેદરકારીની શંકા ઉભી કરે છે…
હવે તંત્ર ઊંઘમાંથી જાગી લિફ્ટ સુરક્ષા મામલે તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે…
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
