રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ વાધેલ અને અરીઠા ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ ”

કેપિટલ મેસેજ, ન્યુઝ
આજ રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ તેમજ નશામુક્ત ભારત અંતર્ગત અને તમાકુ નિયંત્રણ સેલ,આરોગ્ય શાખા પાટણ ના માર્ગદર્શન અનુસાર , મારું ગામ વ્યસનમુક્ત ગામ, સ્વચ્છ અને સુંદર ગામ, મારી શાળા તમાકું મુક્ત શાળા” તેવી નેમ સાથે કુરેજા પ્રા.શાળામાં નશામુક્તિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.. જેમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ દ્વારા તમાકુ, બીડી, સિગારેટ, ચલમ, દારૂ જેવા વ્યસનોથી બચવા, અને પરિવાર માં કોઈ વ્યસન કરતું હોય તો તેને બચાવવા ખુબ ઊંડાણ પૂર્વક બાળકોને લાગણી સભર માર્ગદર્શન આપવામાં આવેલ.

સાથે સાથે વ્યસન થી થતાં શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક નુક્સાન કેવીરીતે થાય તેની સમજ આપવામાં આવી.તેમજ બાળકોને એક વાર્તા દ્વારા પપ્પા પાસેથી વ્યસન ની ગિફ્ટ કેવીરીતે માગી શકાય તેની જાણકારી આપવામાં આવી. આ સાથે આમ સેન્ટર કુરેજા CHO, FHW, MPHW,આશાબેનો, શિક્ષકગણ ખુબ ઉત્સાહ થી હાજર રહેલ અને મારી શાળા,વ્યસનમુક્ત શાળા.મારો પરિવાર વ્યસનમુક્ત પરિવાર , મારો પરિવાર સ્વસ્થ પરિવાર નું મહત્વ સમજાવવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ નું આયોજન આયુષ્યમાન આરોગ્ય મંદિર કુરેજા ની ટીમ દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમ ના અંતે નશામુક્તિ શપથ લેવામાં આવેલ.છેલ્લે શાળાના આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.
