ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ સાથે રોજગાર ભરતી મેળો યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ૧૯ ફેબ્રુઆરીએ આઇ.ટી.આઇ. વાગડોદ ખાતે આયોજન
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ખાનગીક્ષેત્રના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓની હાજરીમાં તા. ૧૯/૦૨/૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઇ.ટી.આઇ., વાગડોદ, તા. સરસ્વતી, જિ. પાટણ ખાતે યોજાશે.
મેળામાં સર્જન ઇન્ડસ્ટ્રિઝ (અઘાર), છુઆ સોલ્યુશન પ્રા. લિ. (પાટણ), લાઇફ સર્જિકલ હેલ્થકેર (રાજપુર, પાટણ) તથા ટોયોટા તસુશો (વિઠલાપુર) જેવા નોકરીદાતાઓ હાજર રહી તેમની સંસ્થાની મશીન ઓપરેટર, ફિટર, ઓપરેટર, ટ્રેઈની, એકાઉન્ટ તથા મેન્યુફેક્ચરિંગ વિભાગ માટેની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, આઇ.ટી.આઇ. (બધા ટ્રેડ), ડિપ્લોમા તથા ગ્રેજ્યુએશન (બી.એ., બી.બી.એ., બી.કોમ., બી.એસસી., બી.સી.એ.) અને
વયમર્યાદા: ૧૮ થી ૪૦ વર્ષ ની રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉમેદવારોએ પોતાના તમામ જરૂરી પ્રમાણપત્રોની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે હાજર રહેવું અનિવાર્ય છે.
જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
વધુ માહિતી માટે ઉમેદવારો www.anubandham.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા તમામ લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ યુવાનોને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.