ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ મહિલાઓ દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવણી કરાઈ

કેપિટલ મેસેજ
Capital message
પવિત્ર ભાઈ બહેનના પર્વ રક્ષાબંધન આગામી સમય હોય ત્યારે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ડભોઇ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ અને કોંગ્રેસ મહિલા નગરપાલિકા સદસ્ય દ્વારા તા.૨૫/૦૮/૨૦૨૬ ના રોજ પી.આઈ સહિત પોલીસ કર્મીઓને હાથની કલાઈ ઉપર કપાળે તિલક કુમકુમ કરી રક્ષા બાંધી રક્ષાબંધન પવૅની ઉજવણી કરવામાં આવી હતી…
આગામી આવતા ભાઈ બહેનના અતૂટ બંધન રક્ષાબંધનના પર્વ પૂર્વે ડભોઇ કોંગ્રેસ સમિતિની મહિલાઓ નગરપાલિકા ના પ્રમુખ પુષ્પાબેન રાવળ ની આગેવાની હેઠળ મહિલા નગરપાલિકાના સદસ્યો અને જિજ્ઞાસાબેન વાળંદ કલ્પનાબેન સુથાર રહીસા પઠાણ સંખ્યામાં કોંગ્રેસદ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન પવૅની ઉજવણીની શરૂઆત પી આઇ એ ટી પટેલ ને હાથ ની કલાઈમાં રક્ષા બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. આ ઉપરાંત તમામ પોલીસ કમૅચારીઓને પણ રાખડી બાંધી તેમના આયુષ અને પ્રજાની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
