Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા સ્તરે વ્યાપક તૈયારી
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા સ્તરે વ્યાપક તૈયારી

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 8:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા સ્તરે વ્યાપક તૈયારી

કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી: કલેક્ટર 

 

More Read

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને અનુસંધાને જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરએ આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સાથે ચૂંટણીને લગતા જરૂરી માર્ગદર્શન અને તમામ તૈયારીઓની અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી.

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી તમામ પગલાં, તેમજ ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવાની-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં તૈયાર મતદારયાદીની ચકાસણી, મતદારયાદી પરથી માર્ક કોપી ચીવટપૂર્વક તૈયાર થાય તેની કામગીરીનું સંકલન, દેખરેખ અને નિયંત્રણ, તેમજ ઇવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી અંગે વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તેમજ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન, ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઇ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા, તેમજ ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવી, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી, મીડિયા મેનેજમેન્ટ, તેમજ મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી.

ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવું, ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી અને તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવું જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

More Read

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

કલેક્ટરએ જણાવ્યું હતું કે, ચૂંટણી લોકશાહીનું પર્વ છે અને તેને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.

ચૂંટણી કાર્યક્રમ

1. ચૂંટણીની જાહેરાતની તારીખ: 01-04-2026

2. જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ: 06-04-2026

3. ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ: 11-04-2026

4. ઉમેદવારીપત્રોની ચકાસણી કરવાની તારીખ: 13-04-2026

5. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ: 15-04-2026

6. મતદાનની તારીખ : 26-04-2026 (રવિવાર)

સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી

7. પુનઃ મતદાનની તારીખ (જો જરૂરી હોય તો): 27-04-2026

8. મતગણતરીની તારીખ: 28-04-2026

9. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: 30-04-2026

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા
Next Article આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video