Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસનું મેગા ટ્રાફિક ડ્રાઇવ-
ગુજરાત

રાધનપુરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસનું મેગા ટ્રાફિક ડ્રાઇવ-

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 1:20 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસનું મેગા ટ્રાફિક ડ્રાઇવ- 

PI આર.બી. વાઘીયાના આગમન બાદ શહેરમાં કડક ટ્રાફિક અમલવારી, વેપારીઓ અને રાહદારીઓમાં રાહતની લાગણી

નડતરરૂપ વાહનો ડિટેઈન કરતા ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો…

 

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યાને લઈ લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. મુખ્ય બજાર, હાઈવે અને વ્યસ્ત માર્ગો પર રોજબરોજ સર્જાતી વાહનોની લાંબી કતારો, આડેધડ પાર્કિંગ અને અવ્યવસ્થિત ટ્રાફિકને કારણે વેપારીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ખાસ કરીને હાલ ચાલી રહેલી લગ્ન સિઝનને કારણે શહેરમાં વાહનોની અવરજવર વધતા સમસ્યા વધુ ગંભીર બની હતી.

More Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

આ દરમિયાન રાધનપુરમાં નવા PI આર.બી. વાઘીયાએ ચાર્જ સંભાળતા જ ટ્રાફિક સમસ્યાને પ્રાથમિકતા આપીને કડક કાર્યવાહી હાથ ધરી છે. PI વાઘીયા ખુદ 43 ડિગ્રી ધગધગતા તાપમાન વચ્ચે પોલીસ સ્ટાફ સાથે રોડ પર ઉતરી મેગા ટ્રાફિક ડ્રાઇવ ચલાવતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજાર સહિત હાઈવે વિસ્તારના અનેક પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરાયું હતું.

હેપ્પી મોલથી પટણી ગેટ સુધી પોલીસનો કડક બંદોબસ્ત:નડતરરૂપ વાહનો ડિટેઈન કરતા ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો- પોલીસે હેપ્પી મોલ સામે ગંજ બજાર રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, વિશ્રામ ગૃહ રોડ તેમજ પટણી ગેટ નજીક બેંક ઓફ બરોડા પાસે ખાસ ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન રોડ વચ્ચે આડેધડ પાર્ક કરાયેલા, ટ્રાફિકમાં અવરોધરૂપ બનતા તેમજ કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વાહનોને ડિટેઈન કરી નિયમભંગ કરનારાઓને કડક ચેતવણી આપવામાં આવી હતી.

પોલીસની આ સતત અને અસરકારક કામગીરીને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક હળવો બનતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. વર્ષો બાદ બજારમાં ટ્રાફિક વ્યવસ્થિત જોવા મળતા વેપારીઓએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, “ખરા બપોરે 43 ડિગ્રી તાપમાં પોલીસ રોડ પર ઉભી રહી કામગીરી કરી રહી છે, તે ખરેખર પ્રશંસનીય છે. હવે બજારમાં વાહન વ્યવહાર સરળ બન્યો છે.”

રાધનપુર પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ મેગા ટ્રાફિક ડ્રાઇવથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. PI આર.બી. વાઘીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત એક્શન મોડમાં રહેતા શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ

More Read

પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ
જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો
અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ભરૂચમાં ગેરકાયદે સિલિકા પ્લાન્ટનો આતંક: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત!
Next Article પાટણમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video