ડભોઇ માં નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા: તંત્રની ઘોર નિષ્કાળજીથી ખેડૂતો અને જનતામાં રોષ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તંત્રની બેદરકારીને કારણે મોટા પાયે ધોવાણ થવાની ઘટના સામે આવી છે. શિનોર ચોકડી પાસેથી પસાર થતી આ કેનાલમાં પાણી છોડવામાં આવતા જ પૂર્વવત રહેલા નાના ગાબડાઓએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.ઓફિસની નજીક જ હોવા છતાં અધિકારીઓ કેમ અજાણ નવીનતાની વાત તો એ છે કે જ્યાં આ ધોવાણ થઈ રહ્યું છે, ત્યાંથી માત્ર ૨૦૦ મીટરના અંતરે જ નર્મદા નિગમની કચેરી આવેલી છે.

કચેરીની આટલી નજીક કેનાલ તૂટી રહી હોવા છતાં અધિકારીઓ કે કર્મચારીઓની નજર આ ગંભીર સમસ્યા પર કેમ નથી પડી રહી તે એક મોટો પ્રશ્ન છે. શું નર્મદા નિગમના અધિકારીઓ કે દેખરેખ રાખતા ‘પગી’ (રક્ષકો) પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છેમોટા નુકસાનની ભીતિ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેનાલનો જે ભાગ અગાઉ થોડો ક્ષતિગ્રસ્ત હતો, તેમાં પાણીનું દબાણ વધતા હવે મોટા ગાબડા પડી ગયા છે. જો સમયસર આ ધોવાણને રોકવામાં નહીં આવે તો કેનાલ વધુ તૂટી શકે છે અને આજુબાજુના ખેતરો કે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.કેનાલના લીકેજને કારણે પાણીના બગાડ સાથે સરકારી મિલકતને પણ નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શુંઅધિકારીઓને આ નુકસાનમાં કોઈ રસ છે કે પછી આળસને કારણે કામગીરી અટકી છે ડભોઇ પંથકના જાગૃત નાગરિકોની માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ વહેલી તકે કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને આ કેનાલનું સત્વરે અને ગુણવત્તાયુક્ત રિપેરિંગ કામ કરવામાં આવે, જેથી વધુ નુકસાન થતું અટકાવી શકાય.
રિપોર્ટ: ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
