ડભોઈ તાલુકાના ધરમપુરી નજીક કપાસ ભરેલી ટ્રક પલટી બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, હાઈવે પર ભારે ટ્રાફિક જામ

કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં કપાસ ભરેલી એક આઈશર/ટ્રક પલટી મારી જતાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે માર્ગ પર કપાસની ગાંસડીઓ વેરાઈ જવાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો
સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ટ્રક મહારાષ્ટ્ર તરફથી કપાસનો મોટો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ડભોઈ તાલુકાના ધરમપુરી પાટિયા નજીક અચાનક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી ટ્રક માર્ગની વચ્ચે જ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ સ્થાનિક રહીશો અને રાહદારીઓએ માનવતા દાખવી બચાવ કામગીરી શરૂ કરી હતી. કેબિનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. માર્ગ પર ટ્રક પલટી ગઈ હોવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રક તેમજ માર્ગ પર વિખરાયેલા કપાસના જથ્થાને બાજુ પર કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર મામલે ડભોઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
