પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

કેપિટલ મેસેજ
Capital message
શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ઠા, નવીન પ્રયોગો અને ૨૫ વર્ષના દીર્ઘ શૈક્ષણિક કાર્ય દ્વારા નોંધપાત્ર યોગદાન આપનાર પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. દાનેશ આર. મોદીને ‘પાટણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (માધ્યમિક વિભાગ)-૨૦૨૬’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવવંતા સમારોહમાં તેમને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરાયું હતું.
દર વર્ષે શિક્ષકદિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ તથા નવતર કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. પસંદગી સમિતિ દ્વારા હાથ ધરાયેલી મૂલ્યાંકન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદાન બદલ ડૉ. દાનેશ મોદીની પસંદગી થતાં સમગ્ર પાટણ પંથક અને શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
શિક્ષણક્ષેત્રે અવિરત ૨૫ વર્ષથી સેવાઓ આપી રહેલા ડૉ. દાનેશ મોદીએ ગુજરાતી ભાષા અને વ્યાકરણ શિક્ષણને રસપ્રદ, પ્રવૃત્તિલક્ષી અને સરળ બનાવવા અનેક નવતર પ્રયોગો કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રુચિ કેળવાય તે માટે ‘સમાસ સાપ-સીડી’ જેવા શૈક્ષણિક મોડેલ્સ અને ટી એલ એમ (TLM) દ્વારા રસપ્રદ અભિગમ અપનાવ્યો છે. આ ઉપરાંત, તેઓ KRP તરીકે GCERT, STTI,SSA અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાઈને રાજ્યકક્ષાની વિવિધ શૈક્ષણિક કામગીરીમાં તથા તાલીમોમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

આ ગૌરવવંતી સિદ્ધિ અંગે હૃદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ડૉ. દાનેશ મોદીએ જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તેમની ૨૫ વર્ષની શિક્ષકજીવનની સાધનાને મળેલી સ્વીકૃતિ છે. મારી શૈક્ષણિક યાત્રાનો મજબૂત પાયો રચનાર પૂર્વ સંસ્થા સંડેર હાઇસ્કૂલને યાદ કરી વર્તમાન સંસ્થા પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલથી આગળ વધવાની અને વિકસવાની તક આપી , માર્ગદર્શક , હૂંફ અને આપનાર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવ સર, મારા પથદર્શક એવા શાળાના આચાર્ય ડૉ.ઝેડ એન સોઢા તથા તમામ આદરણીય માર્ગદર્શકો, સહકર્મીઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું. આ સન્માન મને શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ તથા સમર્પિત બનવાની મને નવી પ્રેરણા આપશે.” ડૉ. દાનેશ આર.મોદી
ખૂબ જ સફળ શૈક્ષણિક સફરની ઝલક :
પુસ્તક લેખનમાં વિષય : ધો.૯/૧૦ ગુજરાતી સ્વ.અધ્યયનપોથી, તાલીમ મોડ્યુલ, શિક્ષક આવૃત્તિ
લેખન અનુભવ – ૫ વર્ષ
મેળવેલ વિશેષ સિધ્ધિઓમાં ગુજરાત સારસ્વત સન્માન -2026 , વિદ્યોત્તેજક સન્માન 2024 , ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -2023
શૈક્ષિણક જવાબદારી અને નવાચાર :
1. ઇનોવેશનફેર પ્રતિભાગી
2. બાઇસેગ દ્વારા ધો.9/10 ગુજરાતી વિષયના આપેલ લાઇવ પાઠ.
3. ડાયટ પાટણ દ્વારા ગુજરાતી વિષયના લાઇવ પાઠની પ્રસ્તુત
4. SSA ગાંધીનગર જ્ઞાનસેતુ, સ્વ અધ્યયનપોથી નિર્માણમાં લેખક તરીકે કામગીરી
5. GCERT અને STTI ગાંધીનગર દ્વારા વિવિધ તાલીમના મોડ્યુલના લેખક તરીકેની કામગીરી
6. STTI ગાંધીનગર મુકામે વિષય નિષ્ણાત તરીકે વિવિધ જિલ્લાના શિક્ષકોને તાલીમ આપવાનું સૌભાગ્ય.
7. સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં વિષય નિષ્ણાત તરીકેની કામગીરી
8. પાટણ જિલ્લાના KRP/RP તરીકેની કામગીરી
9. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્નપત્ર પરિરૂપ, પ્રશ્નબેંક , પ્રશ્નપત્ર સમીક્ષક, જવાબ કી ની કામગીરી
10. માધ્યમિક શિક્ષક માટે શિક્ષક આવૃત્તિના ગુજરાતી વિષયના લેખક તરીકે
11. ધો.9 ગુજરાતી વિષયના નવીન અભ્યાસક્રમની સમિતિના સભ્ય તરીકે સક્રિય કામગીરી ઉપરાંત સમાજ ઉત્થાન, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદ્દલ સમગ્ર શાળા પરિવાર હૃદયની શુભેચ્છાઓ સાથે અભિનંદન આપે છે.
