સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત

ડભોઇ તાલુકાના સેગુવાડા ગામે વરસાદી પાણી અને ઘર પાસે માટીના ઢગલા બાબતે ઝઘડો થતા બે ઇસમો ઇજાગ્રસ્ત થતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
કેપિટલ મેસેજ
Capital message
જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના સેગુવાડા ગામે રહેતા શબ્બીર ભાઈ સુબાભાઈ સિંધી ના ઘર પાસે બાજુમાં રહેતા ભયુ હમીદભાઈ ફરીદ નૂર મહંમદ વિગેરેનાઓ મકાનનું કામ કરી રહ્યા હતા દરમિયાન રોડના રસ્તા વચ્ચે માટીનો ઢગલો તેમજ વરસાદી પાણીના નિકાલ બંધ થઈ જતા પાણી શબ્બીરભાઈના વાડા અને ઘરમાં ઘૂસી જવા બાબતે થોડા દિવસ પહેલા બોલાચાલી થઈ હતી જે
આજ રોજ સવારે બંને વચ્ચે ઉગ્રહ બોલા ચાલી થતા ભયુ હમીદ સાથેના ફરી નૂર મહંમદ રસીદ નુર મોહમ્મદ હમીર મોહમ્મદ નાસીર ઉસ્માન નિશાર અહેમદ ફિરોજ અહેમદ ભેગા મળી સબીરભાઈ તેમજ તેના પુત્ર માજીદ સબીર ભાઈ ને પાવડા વડે માર મારી લોહી લુહાણ કરતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
