Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ
ગુજરાત

રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ

Rajeshkumar Jadav
Last updated: April 20, 2026 7:09 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ : મોટી પીપળી પાસે ટ્રક પળોમાં બળી ખાખ 

ટ્રકના ડ્રાઈવર સહીત ક્લીનરે સમયસૂચકતા દાખવી ટ્રકમાંથી બહાર કૂદી પડતા બંને નો આબાદ બચાવ..

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

More Read

અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ
નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!
નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!
ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી

રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક એક ચાલતા ટ્રેલર ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે તેમાંમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને થોડા જ પળોમાં આખી ટ્રક આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. જોતા જોતા ટ્રેલર આગનો ગોળો બની ગયું અને અંતે સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયું હતું.

આ ઘટનાને પગલે હાઈવે પર પસાર થતાં વાહનચાલકોએ તરત જ પોતાના વાહનો રોકી દીધા હતા અને તંત્રને જાણ કરી હતી. ભીષણ આગ અને ઊંચી જ્વાળાઓને કારણે સલામતીના હિતમાં બંને તરફના માર્ગ પર ટ્રાફિક થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના કારણે લાંબા અંતર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

More Read

દુનાવાડા ખાતે અક્ષય તૃતીયાએ ‘કિસાન સંવાદ’ યોજાયો, ખેડૂતોને માર્ગદર્શન
સમરસ વિદ્યાર્થી પરિવાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી
“ભાજપને હવે લોકો વોટ આપે તેવી સ્થિતિ નથી” રઘુ દેસાઈની કટાક્ષ
ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!

આ ઘટનામાં રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે સમયસૂચકતા દાખવીને ટ્રકમાંથી બહાર કૂદી પડતા તેઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ બુઝાયા બાદ માર્ગને ફરી ખુલ્લો મુકતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

હાઈવે પર ભારે વાહનોમાં ઉનાળાની કાળજાળ ગરમી અને યાંત્રિક ખામીઓના કારણે આવી આગની ઘટનાઓ વધતી જતા ચિંતાનો વિષય બની રહી છે, જેને લઈને તંત્ર દ્વારા સતર્કતા અને નિયમિત તપાસની જરૂરિયાત વધુ વકરે છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ)

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો
Next Article લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ

ગુજરાત

નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા

ગુજરાત

રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત

‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો

ગુજરાત

દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video