વરાણા તાલુકા પંચાયત સીટ પર ભાજપના સક્રિય ઉમેદવાર પસીબેન સિંધવ-વિકાસ અને વિશ્વાસનો મજબૂત ચહેરો

કેપિટલ મેસેજ, ન્યુઝ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વરાણા તાલુકા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર પસીબેન ભલાભાઈ સિંધવ મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. નિખાલસ સ્વભાવ અને લોકચાહનાથી ઓળખાતા પસીબેન સિંધવ લાંબા સમયથી સામાજિક અને વિકાસલક્ષી કામગીરી સાથે સંકળાયેલા આગેવાન તરીકે જાણીતા છે.
ગ્રામ્ય વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને જનકલ્યાણના પ્રશ્નોને પ્રાથમિકતા આપતા તેઓ સતત લોકો સાથે જોડાયેલા રહ્યા છે. સક્રિય કાર્યશૈલી અને જનસમર્થનના કારણે પસીબેન સિંધવ આ ચૂંટણીમાં ભાજપ માટે મહત્વપૂર્ણ ચહેરા તરીકે સામે આવી રહ્યા છે.
સ્થાનિક સ્તરે વિકાસને ગતિ આપવાની દૃઢ પ્રતિબદ્ધતા સાથે તેઓ મતદારોમાં વિશ્વાસ ઉભો કરી રહ્યા છે, જેના કારણે તેમની ઉમેદવારી ચર્ચાનો કેન્દ્ર બની છે.ઉમેદવાર પસીબેન ભલાભાઈ દ્વારા લોકોને પવિત્ર અને કિંમતી મત આપી વિકાસના કાર્યમાં સહભાગી બનવા વિકાસયાત્રા મા જોડાવવા અપીલ કરી છૅ.
પસીબેન સિંધવની અપીલ – પવિત્ર મતથી વિકાસયાત્રામાં જોડાવા આમંત્રણ. સ્થાનિક સ્વરાજ્યની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે વરાણા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પસીબેન ભલાભાઈ સિંધવ દ્વારા મતદારોને પવિત્ર અને કિંમતી મતનો સદુપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું કે લોકશાહીનો આ મહત્વપૂર્ણ તહેવાર દરેક નાગરિક માટે જવાબદારીનો સમય છે, જેમાં આપેલો એક મત વિકાસની દિશા નક્કી કરે છે. પસીબેન સિંધવે મતદારોને વિકાસલક્ષી કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પોતાના કિંમતી મત દ્વારા સહભાગી બનવા આમંત્રણ આપ્યું છે.ગ્રામ્ય વિકાસ, સુવિધાઓમાં સુધારો અને જનહિતના કાર્યોને આગળ વધારવા માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા, મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રેરણા આપી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ (પાટણ )
