Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કચ્છ ભુજથી પધારેલા માયાભક્તોનું પાટણમાં ભવ્ય સ્વાગત
ગુજરાત

કચ્છ ભુજથી પધારેલા માયાભક્તોનું પાટણમાં ભવ્ય સ્વાગત

Rajeshkumar Jadav
Last updated: April 17, 2026 1:09 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

કચ્છ ભુજથી પધારેલા માયાભક્તોનું પાટણમાં ભવ્ય સ્વાગત – શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ખાતે રાત્રિભર ભજન-કીર્તન અને સેવા યજ્ઞ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ શહેરમાં તારીખ ૧૬-૦૪-૨૦૨૬ ગુરૂવાર પાટણ સ્થિત સમગ્ર જીવસૃષ્ટિ પશુ પંખી મનુષ્ય વનસ્પતિને પાણી મળે અને અસ્પૃશ્યતા નિવારણ સામાજિક સમરસતા માટે પોતાના દેહનું બલીદાન આપનાર બત્રીસ લક્ષના મહાપુરુષ શ્રી વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ ખાતે કચ્છ ભુજથી શ્રી રામદેપીર મંડળ રાવળવાડી ભુજના માયાપ્રેમી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લકઝરી બસ દ્વારા પધાર્યા હતા. મહિલાઓ, વડીલો, યુવાનો અને બાળકો સહિત તમામ ભાવિકોએ ભક્તિભાવ, સાદગી અને શિસ્તનો અનોખો પરિચય આપ્યો હતો.

આ ભાવિકો અગાઉ કચ્છ ભુજ નિવાસી પૂર્વ મામલતદાર ડી. કે. રાજપાલ દ્વારા મંદિર અને સંકુલની મુલાકાત લઈ આ પવિત્ર સ્થાન વિશે માહિતગાર કરાયા બાદ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે પધાર્યા હતા. તેમના દ્વારા રામાપીરના પવિત્ર જ્યોત પાઠ સાથે ભજન-કીર્તન અને ધાર્મિક સત્સંગનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો તથા પાટણના સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તિમાં જોડાયા હતા.

More Read

અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ
નગરપાલિકા વોર્ડ-1માં ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો!
નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!

પાટણ શહેરના માયાપ્રેમી સેવકો, આગેવાનો અને સંસ્થા હોદ્દેદારો દ્વારા ભાવિકોના આરામ અને સુવિધા માટે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫ ગાદલાની વ્યવસ્થા, તેમજ આખી રાત ચા ઉપલબ્ધ રહે તે માટે ૮ લીટર દૂધની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવાભાવના ઉદાહરણરૂપ પાટણવાસીઓ રાત્રે લગભગ ૨ વાગ્યા સુધી હાજર રહી ભાવિકોની સેવા અને સંભાળમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા હતા. “સેવા એ જ સત્ય ધર્મ” ના મૂલ્યને સાકાર કરતી આ સેવા પ્રવૃત્તિ સૌ માટે પ્રેરણારૂપ બની.

આ અવસરે સંસ્થાનાં હોદ્દેદાર ચેતનભાઈ સાલવી સરાઈ તથા આગેવાનો મહેશભાઈ સુતરીયા શિવમ સોસાયટી, પ્રવિણભાઈ એમ. સોલંકી બગવાડા, હસુભાઈ ડી. સોલંકી, અનિલભાઈ કે. સોલંકી, કિરીટ પી. પરમાર, સંજય બી. પરમાર, ઉત્તમભાઈ પરમાર મણુંદ, મનોજભાઈ શિયોલા સરાઈ, જીતેન્દ્રભાઈ જાદવ સરાઈ, દુઃખવાડા નારણભાઈ મકવાણા, હર્ષદભાઈ પાટણકર, હર્ષદભાઈ કેશણી, પરેશ ઝાલા સરાઈ પાટણ સહિતના અનેક સામાજિક કાર્યકરો હાજર રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા.

More Read

ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી
દુનાવાડા ખાતે અક્ષય તૃતીયાએ ‘કિસાન સંવાદ’ યોજાયો, ખેડૂતોને માર્ગદર્શન
સમરસ વિદ્યાર્થી પરિવાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી
“ભાજપને હવે લોકો વોટ આપે તેવી સ્થિતિ નથી” રઘુ દેસાઈની કટાક્ષ

શ્રી વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ સાથે સંકળાયેલા ચેતનભાઈ સાલવી દ્વારા જણાવાયું હતું કે મંદિર ખાતે દિવસ દરમિયાન ઓફિસ કાર્યરત રહે છે અને બહારગામથી આવતા ભાવિકોને જરૂરી માર્ગદર્શન તથા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઇપણ જરૂરિયાત માટે તેઓનો સંપર્ક નંબર +91 94264 70678 પર સંપર્ક કરી શકાય છે.

આ દરમ્યાન કચ્છ ભુજથી આવેલા ભાવિકોએ મંદિર નિર્માણ કાર્ય અંગે પૂછપરછ કરતા ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પૂર્વ મામલતદાર ડી. કે. રાજપાલના રિપોર્ટ અનુસાર વિવાદિત વ્યક્તિ ધીરજ ખેંગારભાઈ સોલંકી દ્વારા તકેદારી આયોગમાં અરજી કરવાના કારણે હાલ નિર્માણ કાર્ય અટકેલ છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ અહીં મુલાકાત દરમિયાન મંદિરના ફેઝ-૨ના નિર્માણ કાર્યને ઝડપથી શરૂ કરાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ નિર્માણ કાર્ય ફરી શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર પ્રસંગે પાટણ શહેરમાં ભક્તિ, સેવા અને એકતાનું અનોખું દૃશ્ય નિર્માણ પામ્યું હતું, જે શહેર માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક બન્યું છે.

રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ
Next Article વરાણા તાલુકા પંચાયત સીટ પર ભાજપના સક્રિય ઉમેદવાર પસીબેન સિંધવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ

ગુજરાત

નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા

ગુજરાત

રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત

‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો

ગુજરાત

દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video