શંખેશ્વર મંડળ કિસાન મોરચાની બેઠક યોજાઈ, ચૂંટણી મુદ્દે માર્ગદર્શન

કેપિટલ મેસેજ, ન્યુઝ
આજ રોજ શંખેશ્વર મંડળ કિસાન મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પ્રકૃતિક ખેતી નિષ્ણાત પ્રવિણભાઈ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શંખેશ્વર કિસાન મોરચાના પ્રમુખ રથવી દલાભાઈ, મંત્રી ભાઈલાલભાઈ ઠાકોર તથા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લા કક્ષાથી પધારેલા મહેમાનો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંગઠનને વધુ મજબૂત બનાવવા, ગ્રામ સ્તરે ખેડૂતો સાથે સંપર્ક વધારવા અને સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામે મળીને આવનારી ચૂંટણીમાં જીત માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
