ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ વગે ચોકડીથી સરિતા ઓવરબ્રિજ સુધી 32 થાંભલા ઉભા કરાયા, પણ લાઈટો નથી કુલ 65 લાઈટો નાખવાનું આયોજન હોવા છતાં કામગીરી અધ્ધરતાલ.સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી.
દેશ-વિદેશના પ્રવાસીઓ અંધારાપટ વચ્ચે પસાર થવા મજબૂર.ડભોઇ: એક તરફ સરકાર અને નેતાઓ વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઇના પ્રવેશદ્વાર સમાન મુખ્ય માર્ગો પર વિકાસ અંધારામાં હોવાનું ચિત્ર સામે આવ્યું છેડભોઇ વગે ચોકડીથી સરિતા ઓવરબ્રિજ સુધીના વિસ્તારમાં લાખોના ખર્ચે સ્ટ્રીટ લાઈટના 32 જેટલા થાંભલા નાખી દેવામાં આવ્યા છે, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તેના પર લાઈટો લગાવવામાં આવી નથીતંત્રની આળસ કે બેદરકારી આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે છે. અહીંથી દરરોજ હજારો વાહનો અને દેશ-વિદેશના પ્રવાસીઓ પસાર થાય છે. મુખ્ય સર્કલ હોવા છતાં અહીં લાઈટો ન હોવાથી રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. નવાઈની વાત એ છે કે થાંભલા ઉભા કરી દેવાયા છે પણ લાઈટો ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.નેતાઓ વિકાસના બણગા ફૂંકે છે, પણ ગ્રાઉન્ડ લેવલે કામ શૂન્ય છે. અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકોનો રોષ પ્રવાસીઓને હાલાકી:

ડભોઇમાં એન્ટર થવાનું આ મુખ્ય સ્થળ છે. અહીં લાઈટો બંધ હોવાને કારણે અંધારપટ છવાયેલો રહે છે. વિદેશી પ્રવાસીઓ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે શહેરની છબી ખરડાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓ અને નેતાઓ ક્યારે જાગે છે અને આ અધૂરું કામ ક્યારે પૂરું થાય છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
