ગંભીર બેદરકારી ભીલાપુર ઓવરબ્રિજ પાસે રેલિંગનું મોટું ધોવાણ, તંત્ર કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છેગત ચોમાસા દરમિયાન ઢાઢર નદી પાસેના ઓવરબ્રિજની રેલિંગમાં મોટું ધોવાણ થયું હતું, જેને આજે મહિનાઓ વીતી ગયા હોવા છતાં રિપેર કરવામાં આવ્યું નથી. મુખ્ય સમસ્યાઓ અને ગંભીરતા જોખમી સ્થિતિ: ચોમાસું પૂરું થઈ ગયું અને ઉનાળાના પણ બે મહિના વીતવા આવ્યા છે ઓ રેડિયમ વાળા બોર્ડ પર લગાવવામાં આવ્યા નથી છતાં તંત્ર દ્વારા માત્ર બે થાંભલા મૂકીને સંતોષ માની લેવાયો છે.વ્યસ્ત માર્ગ: આ માર્ગ

વિશ્વપ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરફ જતો મુખ્ય રસ્તો છે. ડભોઈ, રાજલી અને ભીલાપુર વચ્ચે ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી અહીં ટ્રાફિકનું ભારણ સતત રહે છે.અકસ્માતનો ભય: રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. જો કોઈ વાહન ચાલક અંધારામાં કે ભૂલથી આ ધોવાણ વાળા ભાગ તરફ જાય, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓ ક્યારે જાગશે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર આપે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આવીને પરિસ્થિતિની ગંભીરતા જોવાની તસ્દી લેતા નથી સવાલ એ છે કે: શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારે જ તંત્રની ઊંઘ ઉડશે? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ તંત્ર પાસે તાત્કાલિક માંગ:
ઢાઢર નદી પાસેની રેલિંગનું યુદ્ધના ધોરણે પાકું રિપેરિંગ કરવામાં આવે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં રેડિયમ બેરિકેટ્સ અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
