વૈજ્ઞાનિક પરિષદમાં ધારપુરની વિદ્યાર્થીનીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

કેપિટલ મેસેજ, ન્યુઝ
અમદાવાદ ખાતે SECOND ASSOPI GUJCON અંતર્ગત યોજાયેલ “Chronobiology in Health & Medicine – Timing is Everything” વિષયક પરિષદમાં ધારપુર મેડિકલ કોલેજની ત્રીજા વર્ષ (Part-1 MBBS) ની વિદ્યાર્થીની “મહેક વ્યાસે” ઉત્તમ પ્રસ્તુતિ કરીને દ્વિતીય પારિતોષિક મેળવ્યું હતું. તેમણે “Assessment of maternal beliefs related to infant care in North Gujarat” વિષય પર સંશોધન રજૂ કર્યું હતું, જેને નિષ્ણાત જજ પેનલે વિશેષ પ્રશંસા આપી હતી. આ પ્રસ્તુતિ માટે તેમને “ડૉ. પ્રતિક અખાણી” , વડા, ફિઝિયોલોજી વિભાગ, ધારપુરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ પરિષદનું આયોજન ફિઝિયોલોજી વિભાગ, શ્રીમતી એન.એચ.એલ. મેડિકલ કોલેજ ખાતે તા. 13 માર્ચ 2026ના રોજ કરવામાં આવ્યું હતું.
મહેક વ્યાસની આ સિદ્ધિ ધારપુર મેડિકલ કોલેજ માટે ગૌરવની બાબત બની છે અને સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે.
