51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ

હારીજ જલીયાણ ગ્રુપ દ્વારા 2.15 લાખ નું માતાજીના નવીન રથમાં દાન આપ્યું.
કેપિટલ મેસેજ, ન્યુઝ
હારીજ થી અંબાજી દર ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘમાં માતાજીનો રથ લઈ પગપાળા સંઘમાં સાથે 150 ઉપરાંત લોકો જોડાય છે.ગઈ ભાદરવી પૂનમે પગપાળા સંઘને 50 વર્ષ પૂર્ણ થતાં 51 માં વર્ષે આવતી ભાદરવી પૂનમે જવા માટે માતાજીના રથ નવીન બનાવવામાં આવ્યો છે.જેનો કુલ ખર્ચ 2.45 લાખ થયો હતો જેમા હારીજના દાનવીર જલીયાણ ગ્રુપના મિતેશભાઈ ઠકકર ,શૈલેષભાઇ ઠકકર,અને નિલેશભાઈ ઠકકર દ્વારા રૂ.2.15 લાખનું માતબર દાન આપી નવીન રથ તૈયાર થઈ લાવવામાં આવતા સમગ્ર અંબાજી પગપાળા સંઘ ના મુખ્ય સંયોજક ગોવિંદભાઇ ઠકકર ફ્રુટવાળા અને કલામાં આનંદ ગરબા મંડળ સહિત મહિલા મંડળો ભક્ત મંડળો અને જલીયાણ ગ્રુપ દ્વારા માતાજીના રથડાને શાસ્ત્રોક્ત વિધિથી આરતી આરાધના કરી પગપાળા સંઘને અર્પણ કરવામાં આવ્યો હતો જે આવતી ભાદરવી પૂનમે માતાજીના નવીન રથડા સાથે શ્રદ્ધાળુઓ 51 માં વર્ષે પગપાળા અંબાજી જઇ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે છેલ્લા 50 વર્ષથી પગપાળા જતા સંઘમાં 36 વર્ષથી માતાજીના રથડા સાથે પગપાળા જતા ગોવિંદભાઇ ખુશાલભાઈ ઠકકર ફ્રુટ વાળા ના જણાવ્યા મુજબ પગપાળા સંઘને 50 વર્ષ પૂર્ણ થતાં નવીન રથ બનાવવામાં આવ્યો છે.જેમાં કુલ ખર્ચ 2.45 લાખ થયું જેમાં 30 હજાર મંડળ માંથી ખર્ચ કર્યું બાકીના બધાજ નાણાં રૂ 2.15 લાખ જલીયાણ ગ્રુપ દ્વારા આપવામાં આવતા સુંદર રથ બનાવવામાં આવ્યો છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
