પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવની અધ્યક્ષતામાં જિલ્લા પ્રભારી સત્યેનભાઈ કુલાબકરે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ તેમજ બાબુજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા પ્રભારી દ્વારા આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકર્તાઓને સક્રિય બનાવવાના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક આયોજન, બૂથ સ્તરે કાર્યને વધુ ગતિ આપવી તથા કાર્યકર્તાઓ સાથે સતત સંપર્ક જાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
