શુભેચ્છા મુલાકાતે સંગઠન મજબૂત બનાવવા ચર્ચા

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી સત્યેનભાઈ કુલાબકરજી પાટણ જિલ્લા પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાટણ શહેરના વરિષ્ઠ આગેવાન અને માર્ગદર્શક ડૉ. જે. કે. પટેલના નિવાસસ્થાને જઈ સૌજન્ય મુલાકાત લીધી અને શુભેચ્છા વ્યક્ત કરી.
આ મુલાકાત દરમિયાન વડીલોના અનુભવ અને માર્ગદર્શન હેઠળ ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દે સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનને તળિયે સુધી સશક્ત બનાવવાની દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો હતો.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ, શહેર મહામંત્રી તેમજ સંજયભાઈ મોદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(માહિતી: પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી)
