સિદ્ધપુર તાલુકાના કાકોશી-પચકવાડા માર્ગ ઉપર તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું
તમામ વાહન ચાલકોએ કાકોશી-મેત્રાણા-કુંવારા-પચકવાડા-વાઘરોલના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
કેપિટલ મેસેજ, ન્યુઝ
કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાટણના પત્ર જા.નં.પીબી/જનરલ/વશી/ ૮૭૫/૨૦૨૬ તા.૧૧/૦૨/૨૦૨૬થી સિધ્ધપુર પેટા વિભાગ હસ્તકના કાકોશી-વાઘરોલ-પચકવાડા રોડ કી.મી.૦/૦૦ થી ૭/૮૦૦ (MDR) ઉપર રીસફેસીંગનું કામ મંજુર થયેલ હોઈ, સદર કામ FDR સાથે રીસફેસીંગની કામગીરી, સ્લેબ ડ્રેઈન તથા સી.સી. રોડની કામગીરી વાહનોના અવર-જવરના કારણે કામગીરી થઈ શકે તેમ ન હોઈ, સદર કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવર-જવર બંધ કરી અન્ય રસ્તા પર ડાયવર્ઝન આપવા તા.૧૬/૦૨/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.
કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), પાટણના સિધ્ધપુર પેટા વિભાગ હસ્તકાના કાકોશી-વાઘરોલ -પચકવાડા રોડ કી.મી.૦/૦૦ થી ૭/૮૦૦ (MDR) ઉપર રીસફેસીંગની કામગીરી, સ્લેબ ડ્રેઈન તથા સી.સી. રોડની કામગીરી કરવાની હોઈ,કાકોશી -વાઘરોલ-પચકવાડા રોડ કી.મી.૦/૦૦ થી ૭/૮૦૦ (MDR) ઉપરનો ટ્રાફિક પ્રતિબંધિત કરી અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવાની માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશક્ય જણાય છે.
જે અન્વયે તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ – ૩૩(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ કાકોશી-વાઘરોલ-પચકવાડા રોડ કી.મી.૦/૦૦ થી ૭/૮૦૦ (MDR) ઉપર રીસફેસીંગની કામગીરી, સ્લેબ ડ્રેઈન તથા સી.સી. રોડની કામગીરી કરવાની હોઈ, કાકોશી-વાઘરોલ -પચકવાડા રોડ કી.મી.૦/૦૦ થી ૭/૮૦૦ (MDR) આ રોડનો ટ્રાફિક બંધ કરવા તેમજ નીચેના મુજબના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવવામાં આવે છે.
હયાત રૂટ (કાકોશી-વાઘરોલ-પચકવાડા) – વાહનનો પ્રકાર (બધા જ પ્રકારના વાહનો) – વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ (કાકોશી-મેત્રાણા- કુંવારા-પચકવાડા-વાઘરોલ)
આ જાહેરનામું, જાહેરનામામાં સહી કર્યા તારીખથી ૬૦ (સાઈઠ) દિવસ સુધી અમલમાં રહેશે.
સદરહું જાહેરનામા નિયમોના ઉલ્લંઘન કરનાર ઇસમ / વ્યકિત / સંસ્થા ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે તથા આ જાહેરનામાના ભંગ બદલ BNS-2023 ની કલમ – ૨૨૩ તળે કાયદેસર કાર્યવાહીને પાત્ર ઠરશે.
સદરહું જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ / વ્યકિત / સંસ્થા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાટણ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓ એ કરવાની રહેશે.