Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં વિશ્વ માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી- ગુજરાતી ભાષાના ગૌરવનું ગાન ગુંજ્યું
ગુજરાત

રાધનપુરમાં વિશ્વ માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી- ગુજરાતી ભાષાના ગૌરવનું ગાન ગુંજ્યું

Rajeshkumar Jadav
Last updated: February 19, 2026 2:15 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં વિશ્વ માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી- ગુજરાતી ભાષાના ગૌરવનું ગાન ગુંજ્યું

ગુજરાત સાહિત્ય અકાદમી અને નવનિર્માણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે 450થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક કાર્યક્રમ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

રાધનપુર ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહ નિમિત્તે “માતૃભાષા મહોત્સવ 2026”ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી નવનિર્માણ વિદ્યાલય/વિદ્યામંદિર, રાધનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના મહિમાનું ગૌરવગાન થયું અને વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના પ્રબળ બનતી જોવા મળી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. સમગ્ર આયોજન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ.ભાગ્યેશ જહાના માર્ગદર્શન તથા ડૉ. જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણાથી યોજાયું હતું. “મળી માતૃભાષા મને ગુજરાતી” કાર્યક્રમ દ્વારા ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો.

આ અવસરે મુખ્ય વક્તા તરીકે રઘુભાઈ રબારી (રાઘવ વઢિયારી), મનુભાઈ ઠાકોર (મનન) અને કલ્પેશભાઈ ચાવડા (સહજ કલ્પ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવતા પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પોતાની ભાષા માત્ર સંવાદનું માધ્યમ નહીં પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભીખાભાઈ ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે મહેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. આયોજનમાં સંયોજક તરીકે જયરાજસિંહ નાડોદા અને સંચાલક તરીકે કલ્પેશભાઈ સોલંકીએ કામગીરી સંભાળી હતી.

શાળાની ધોરણ 6 અને 8ની વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીત રજૂ કરી મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીની નેહાબા રાજપૂતે માતૃભાષા વિષય પર અસરકારક વક્તવ્ય રજૂ કર્યું જ્યારે નિષ્ઠાબેને માતૃભાષા પર આધારિત ગીત રજૂ કરી કાર્યક્રમને સાંસ્કૃતિક રંગ આપ્યો હતો. ઉપરાંત માતૃભાષાના મહિમા પર આધારિત વિડિયો પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.

કાર્યક્રમમાં આચાર્ય વિશાલભાઈ પ્રજાપતિ, શિક્ષકગણ, વાલીગણ તથા અંદાજે 450 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામે માતૃભાષાના મહત્વ અંગે જાગૃતિ મેળવી ગુજરાતી ભાષાના સંરક્ષણ અને પ્રચાર માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે ચા-અલ્પાહાર ની વ્યવસ્થા સાથે મહોત્સવનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સાથે સંસ્કૃતિના સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ : હારીજ નગરપાલિકામાં ભાજપમાં જ બળવો- પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો આમને સામને
Next Article પાટણ જિલ્લામાં “સમાવેશ આંગણવાડી” તાલીમ – 41 નવ નિયુક્ત કાર્યકરોને દિવ્યાંગ બાળ વિકાસ અંગે વિશેષ માર્ગદર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video