આંકવી–મહાકાળી (ગુરૂજી આશ્રમ) થી સિદ્ધપુર મેળોજને જોડતા માર્ગના નવીનીકરણને રૂ. ૧૬૫ લાખની વહીવટી મંજૂરી : કામગીરી પ્રગતિ હેઠળ

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ આંકવી થી મહાકાળી (ગુરૂજી આશ્રમ) થી સિદ્ધપુર મેળોજને જોડતા માર્ગ (કિ.મી. ૦/૦ થી ૧/૫૦૦) ના નવીનીકરણ માટે સરકારના તા. ૧૫/૦૩/૨૦૨૪ ના પત્ર દ્વારા રૂ. ૧૬૫.૦૦ લાખની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કિ.મી. ૦/૦ થી ૧/૫૦૦ સુધીના માર્ગ પર મેટલકામ, ડામરકામ (આશરે ૯૦૦ મીટર લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઈ), સી.સી. રોડ (આશરે ૬૫૦ મીટર લંબાઈ અને ૪.૫૦ મીટર પહોળાઈ) તેમજ નાળાકામ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઉક્ત કામગીરી માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઈજારદાર અર્બુદા કન્સ્ટ્રક્શન કંપની, પાલનપુરને તા. ૨૭/૦૬/૨૦૨૫ થી વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યો છે. હાલ સદર માર્ગ પર ડામરકામ પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

આ માર્ગના વિકાસથી સિદ્ધપુર તાલુકાના આંકવી તેમજ આસપાસના ગામોના રહેવાસીઓને સુરક્ષિત અને સુગમ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. માર્ગની સુધારેલી સપાટીથી મુસાફરીનો સમય બચશે, ઈંધણનો વપરાશ ઘટશે તેમજ સ્થાનિક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાઓ સુધી વધુ સરળ અને ઝડપી પહોંચ મળશે.
માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ગુણવત્તાસભર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
