કપડવંજમાં કિન્નરો બેફામ, પોલીસનો મોટો કાફલો કેમ ઉતારવો પડ્યો!

ખેડા જિલ્લાના કઠલાલ બાદ કપડવંજમાં પણ કિન્નરોના ભેગા થવામાં તણાવ સર્જાયો. કપડવંજના મહમદપુરા વિસ્તારમાં બે અખાડા વચ્ચે ઝઘડો સર્જાયો, જેથી પોલીસને તાત્કાલિક દખલ કરવી પડી.
માહિતી પ્રમાણે, જમાલદાદાના અખાડા સાથે જોડાયેલા કિન્નરો બહુચર માતા વાળા અખાડા પર કબ્જો જમાવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા.
આ ઘટનાથી વિસ્તારમાં અફરા તફરી થઈ ગઈ.
સ્થિતિ બેકાબૂ ન બને તે માટે તંત્રએ લગભગ 500 પોલીસ કર્મીઓની મોટી ટુકડી ઉતારી. પોલીસના કડક કાર્યવાહી વચ્ચે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી.
હાલમાં વિસ્તારમાં શાંતિ છે, અને પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક બંદોબસ્ત ગોઠવી રહી છે.
