એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

કેપિટલ મેસેજ (ન્યુઝ)
એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ, પાલનપુરની પસંદગીથી આજે, ૦૨/૦૨/૨૦૨૬ના રોજ, સવારે ૧૦:૦૦ વાગ્યે યમુના વાડી, પાટણ ખાતે સમાજ શિક્ષણ શિબીર યોજાયો. આદિવાસી સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિજાતિ મંત્રાલય અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉપલબ્ધ લાભોની માહિતી આપવા માટે આ શિબીરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આદિજાતિ અધિકારી કમલેશભાઈ ચૌધરી અને મદદનીશ આદિજાતિ અધિકારી અનુબેન ચૌધરી, તેમજ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા ઉપસ્થિત રહ્યા. તેમણે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી.
કમલેશભાઈ ચૌધરીએ આદિજાતિ વિકાસ દ્વારા શિષ્યવૃત્તિ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, મફત શિપ કાર્ડ યોજના, વકીલાત અને ડોકટરી માટે સહાય, ગણવેશ સહાય, સાયકલ સહાય, છાત્રાલય મેડિકલ, પોલીટેકનિક અને એન્જીનિયરિંગ સહિતના અભ્યાસક્રમો માટે સહાય, ફૂડ બિલ સહાય, માનવ ગરીમા યોજના અને આરોગ્ય અને ગૃહ નિર્માણની અલગ અલગ યોજનાઓની માહિતી આપી.
પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર માનોજ ભાઈ પટેલે સમાજ સંગઠિત બની શિક્ષણ તરફ ધ્યાન આપવા જણાવ્યું. તેમાએ અંધશ્રદ્ધા નાબૂદ કરવાની, દહેજ પ્રથા દૂર કરવા અને વ્યસન મુક્ત બનવા માટે પ્રયત્ન કરવા કહ્યું. આમાં સમાજના આગેવાનો જુદા જુદા આયોજનો કરીને સમાજને વિકાસમાં દોરી લાવવા અંગે માહિતી આપે છે.

રાજેન્દ્ર કે. હિરવાણીયા એ જણાવ્યું કે રાજ્ય સરકારે કુલ રાજ્યના બજેટનો ૧૫ ટકા આદિજાતિ સુધી પહોંચવા માટે ફાળવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુન્ડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે, અને બીરસા મુંડાની યાદમાં સિક્કો બનાવ્યો છે. આદિજાતિ મંત્રાલય દ્વારા વન બંધુ કલ્યાણ યોજાના થી આદિજાતિ વિકાસ માટેના દસ મુદ્દા વિશે માહિતી આપી. આમાં રોજગાર, શૈક્ષણિક, આર્થિક વિકાસ, આવાસ, વીજળીકરણ, પાણી અને માર્ગો જેવા મુદ્દા સામેલ છે.
મફતલાલ કે ભીલ દ્વારા પાટણ જિલ્લામાં આદિજાતિની પંદર હજારથી વધુ જનસંખ્યા હોવાનું જણાવીને પાટણ જિલ્લામાં કાયમી કચેરીની જરૂરિયાત માટે આદિજાતિ અધિકારીને રજૂઆત કરવામાં આવી. તેમણે આદિવાસી સમુદાયને સરકારની વિવિધ યોજનાઓના લાભ ઉઠાવી આગળ વધવા માટે કહ્યું.

અનુબેન ચૌધરીએ મહિલાઓ અને બાળકોને શિક્ષણ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, જો બાળકો બહાર ગામમાં ભણવા જાય, તો સરકાર દ્વારા હોસ્ટેલની જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે સમરસતા હોસ્ટલની માહિતી આપી. તેમણે આરોગ્ય સેવાઓ માટે CHC સેન્ટરમાં ફોર્મ ભરને અને ઓનલાઈન ફોર્મ ભરવા વિશે પણ માહિતી આપી.
રાજેશ ભાઈ ઝાલા એ જણાવ્યુ કે, જો સમાજના લોકો રોજગાર મેળવવા માંગતા હોય, તો તેમને માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવાની નોંધ લેવા માટે કહ્યું. તેમણે યુવાઓને ઉચ્ચ અભ્યાસ કરીને વધુ સારી નોકરીઓને અભિલાષા રાખવા પર ભાર મૂક્યો.
આ પ્રસંગે એકલવ્ય જન સેવા ટ્રસ્ટના પ્રમુખ સુનીલભાઈ ભીલ, દિનેશભાઈ ભીલ, વિશાલ દેવભાઈ ભીલ, અશ્વિનભાઈ ભીલ, બાબુલાલ ભીલ, જયેશ ભાઈ ભીલ, પ્રવીણ ભાઈ ભીલ, દશરથભાઈ ભીલ, અમરતભાઈ ભીલ, પપ્પુ ભાઈ ભીલ, રાજુભાઈ ભીલ, વિક્રમ ભાઈ ભીલ, ગોવિંદ ભાઈ ભીલ, અશોકભાઈ ભીલ, પિન્ટુ ભાઈ, શોભના બેન ભીલ, પીન્કી બેન ભીલ, આશા બેન ભીલ, ઊર્મિલા બેન, ભરતભાઈ ભીલ, વિજયભાઈ ભીલ, અક્ષિલ ભીલ, કાવ્ય ભીલ સહિત સામાજિક આગેવાનો અને આદિજાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
