Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં વરસાદ બાદ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ
ગુજરાત

રાધનપુરમાં વરસાદ બાદ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 3:19 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

રાધનપુરમાં વરસાદ બાદ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ

ગંદકી, તૂટેલા રસ્તા અને પાણી ભરાવાના પ્રશ્ને નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર; ચીફ ઓફિસર ગેરહાજર હોવાનો આક્ષેપ, વોર્ડ નં. 7ના 450 પરિવારો મુશ્કેલીમાં

 

કેપિટલ મેસેજ

More Read

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

Capital message

પાટણ/રાધનપુર : રાધનપુર શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવો, ગંદકી અને તૂટી ગયેલા રસ્તાઓના કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓ સામે નગરપાલિકા દ્વારા યોગ્ય અને સમયસર કામગીરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના આગેવાનોએ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. ગંદકીના ઢગલા, તૂટી ગયેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે રોજિંદા જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. વેપારીઓ, રિક્ષાચાલકો, વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ

કોંગ્રેસે નગરપાલિકા સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર નિયમિતપણે કચેરીમાં હાજર રહેતા ન હોવાથી લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ આવતો નથી, જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

શહેરના ચાર રસ્તાથી પટણી ગેટ સુધીનો મુખ્ય માર્ગ હાલ મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાઈ રહેતાં ખાડાઓ દેખાતા નથી અને સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ ત્રણથી ચાર લોકો વાહન સાથે પાણીમાં છુપાયેલા ખાડામાં ખાબકી ઈજાગ્રસ્ત બની રહ્યા છે. અનેક વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

વોર્ડ નંબર–7માં આવેલા હરિદર્શન, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં આશરે 450 જેટલા પરિવારો વરસાદી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. અનેક દિવસોથી પાણી ભરાઈ રહેતાં લોકોને ઘરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાની ભીતિ ફેલાઈ રહી છે. નાગરિકોએ તાત્કાલિક ફોગિંગ, સફાઈ અભિયાન અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિસ્તારના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરોમાંથી એકેય લોકપ્રતિનિધિ આજદિન સુધી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વચનો આપનાર જનપ્રતિનિધિઓ મુશ્કેલીના સમયમાં લોકો વચ્ચે દેખાતા નથી.

રાધનપુર ખાતે હાલમાં જૈન સમાજના મહારાજનું ચોમાસું ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં શહેરમાં ગંદકી અને પાણી ભરાવાના કારણે જૈન સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ સામે પણ રાધનપુરની છબીને નુકસાન પહોંચી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

More Read

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાને આવેદનપત્ર આપી શહેરમાંથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા, તમામ મુખ્ય અને આંતરિક રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવા, ગંદકી દૂર કરી નિયમિત સફાઈ શરૂ કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.

આ પ્રસંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. વિષ્ણુદાન ઝુલા અને સ્થાનિક નાગરિક સુરેશભાઈ જોશીએ પણ નગરપાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

હવે શહેરવાસીઓની નજર નગરપાલિકા તંત્ર પર છે કે કોંગ્રેસના આવેદનપત્ર બાદ તંત્ર કેટલા સમયમાં અસરકારક કાર્યવાહી કરે છે અને વરસાદથી પીડિત લોકોને ક્યારે રાહત મળે છે.

અહેવાલ : અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પુરાતત્વ વિભાગે પાટણ વિકાસ પરિષદના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
Next Article પાટણ જિલ્લા ભાજપ દ્વારા આગામી પ્રશિક્ષણ વર્ગને લઈને બેઠક યોજાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video