Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » HNGUમાં રૂ. 3.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
ગુજરાત

HNGUમાં રૂ. 3.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 12:18 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

HNGUમાં રૂ. 3.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂ. ૩.૨૨ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ: ગ્રીન ઓડિટ કરાવનારી પ્રથમ યુનિવર્સિટી બનશે

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

Capital message 

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ કેમ્પસ ખાતે તાજેતરમાં વિવિધ નવનિર્મિત પ્રકલ્પોના લોકાર્પણ, શૈક્ષણિક ભવનોના ઉદ્ઘાટન અને વૃક્ષારોપણનો એક ગરિમામય ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો.(ડો.) કિશોરકુમાર સી. પોરિયા સાહેબના વરદ્હસ્તે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર માટે આ નવી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી.

પાણીની તંગી અને વીજ બચત માટે મોટું કદમ

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

યુનિવર્સિટી કેમ્પસમાં ભૂતકાળમાં પાણીના સંગ્રહ અને વિતરણને લઈને નાની-મોટી સમસ્યાઓ સર્જાતી હતી. આ પ્રશ્નના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારની વર્ષ ૨૦૨૨-૨૩ની નવી બાંધકામ ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૩.૧૬ કરોડના ખર્ચે ૧૫.૦૦ લાખ લીટરની ક્ષમતાવાળી ઊંચી ટાંકી અને ૨૫.૦૦ લાખ લીટરના અંડર ગ્રાઉન્ડ સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે, “આ નવી સુવિધાને કારણે કેમ્પસમાં અને ખાસ કરીને સામે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં પાણીની અછત દૂર થશે. આ ઉપરાંત, હવે પાણીને ઉપર ચડાવવા માટે વારંવાર મોટા મોટરો ચલાવવાની જરૂર નહીં પડે, જેનાથી વીજળી અને પાણી બંનેનો બગાડ અટકશે અને મોટી આર્થિક બચત થશે.”

યુવાનો અને સેનાની ભરતી માટે મિલિટરી માપદંડવાળી ‘ફાયરિંગ રેન્જ વોલ’

યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી રૂ. ૬.૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલી એનસીસી (NCC) ફાયરિંગ રેન્જ વોલનું પણ લોકાર્પણ કરાયું હતું. પાટણ અને આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ, અગ્નિવીર અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. કુલપતિએ ગર્વભેર જણાવ્યું કે, “આ ફાયરિંગ રેન્જ સેના (Military) દ્વારા નક્કી કરાયેલા ચોક્કસ માપદંડો અને પેરામીટર્સ મુજબ તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યમાં યુનિવર્સિટી યુવાનો માટે દોડવાનો ટ્રેક પણ અદ્યતન બનાવશે અને જમ્પિંગ વોલ જેવી સવલતો ઊભી કરશે જેથી પાટણના યુવાનો દેશની રક્ષા કાજે લશ્કરમાં જોડાઈને યુનિવર્સિટીનું ગૌરવ વધારી શકે.”

શૈક્ષણિક ક્ષેત્રે નવા સોપાન: લો ડિપાર્ટમેન્ટ અને ગુજરાતી ભવન

યુનિવર્સિટીએ પોતાની શૈક્ષણિક ક્ષમતામાં વધારો કરતા હયાત ડાયસ્પોરા ભવનમાં ‘ગુજરાતી ભવન’ અને હયાત એમ.એડ. ભવનમાં ‘કાયદા અનુસ્નાતક ભવન’ (Law Department) ની શરૂઆત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) ના તમામ નિયમો પૂર્ણ કરીને આ વર્ષથી લો ડિપાર્ટમેન્ટમાં ૫ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ (B.Com. LL.B.) શરૂ કરવાનું આયોજન છે, જેમાં ૩ વર્ષે બી.કોમ અને ૫ વર્ષે એલ.એલ.બી.ની ડ્યુઅલ ડિગ્રી મળશે. આ ઉપરાંત, વર્ષોથી જેની માંગ હતી તે ગુજરાતી ભાષા ભવનનું લોકાર્પણ યુનિવર્સિટીના વરિષ્ઠ કર્મચારી રાજુભાઈ ઝાલાના હસ્તે કરાવીને એક પ્રશંસનીય પરંપરા શરૂ કરવામાં આવી છે. જીકાસ (GICAS) પોર્ટલ પર આ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા પણ ખુલ્લી મૂકી દેવાઈ છે.

More Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

પર્યાવરણ દિવસ અને ગ્રીન ઓડિટની ઐતિહાસિક સિદ્ધિ

વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વસંધ્યાએ કેમ્પસમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલપતિએ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવા પર ભાર મૂકતા એક મહત્વની જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર સંચાલિત સંસ્થા દ્વારા યુનિવર્સિટી કેમ્પસનું ‘ગ્રીન ઓડિટ’ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનો આખરી અહેવાલ આવી જશે અને આ સિદ્ધિ મેળવનારી આ કદાચ પ્રથમ યુનિવર્સિટી બનશે.

આ ગરિમામય પ્રસંગે બાંધકામ વિભાગના અધ્યક્ષ મીરાબેન ચતવાણી, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ.કમલભાઈ મોઢ, એનએસએસ કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર, ફિઝિકલ વિભાગના અધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, કમાન્ડિંગ ઓફિસર કે.વી. નાયર, સુબેદાર મેજર દીપકકુમાર, મેજર ડૉ.એલ એસ ભૂતડીયા, ઇજનેર વિપુલભાઈ સાંડેસરા, લેફ્ટનન્ટ જય ત્રિવેદી અને ગૌરાંગ રામી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિડિયા જગતનો આભાર માનતા કુલપતિએ ઉમેર્યું હતું કે, “આપણી યુનિવર્સિટી, આપણું ગૌરવ” ના સૂત્રને સાર્થક કરવા સમાજના તમામ વર્ગો સાથે મળીને આગળ વધી રહ્યા છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ મા ત્રણ મકાન-બે પાર્લરમાં ચોરી, વિસ્તાર ચકચાર!
Next Article પી.પી.જી. હાઇસ્કૂલમાં પર્યાવરણ દિનની ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video