Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભાટસણ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો
ગુજરાત

ભાટસણ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

Rajeshkumar Jadav
Last updated: September 29, 2026 10:34 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ભાટસણ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

પોષણ ચેમ્પિયન બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા.

•ઉપસ્થિત મહેમાનોને કુમકુમ તિલકથી અને પુષ્પગુચ્છ આપે સન્માનિત કરવામાં આવ્યા હતા

•ભૂલકાઓ એ શ્લોક ગાન અને બાળગીત દ્વારા ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા

More Read

પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન: હવે કેન્સરની તમામ સારવાર પાટણમાં
સુઈગામ ખાતે ‘ખજૂરભાઈ’ નીતિન જાની સાથે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત
રાધનપુરમાં વોર્ડ નંબર-૪ના કડિયાવાસમાં પાયાની સુવિધાઓનો અભાવ
રાધનપુરમાં ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત તપાસમાં ચોંકાવનારા ખુલાસા

 

કેપિટલ મેસેજ

Capital message

More Read

પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય સ્મરાંજલિ યોજાઈ
ડભોઈ તાલુકાના સેજપુરા ગામે ગટરના ગંદા પાણીથી ગ્રામજનો ત્રાહિમામ
સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં
ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો

પાટણ | સરસ્વતી તાલુકાના ભાટસણ આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ની ઉજવણી ભાટસણ પી.એમ.શ્રી શાળાના શિક્ષક નિલેશભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને તથા સરપંચ ભાટસણ અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોના પોષણ, માતાઓના સ્વાસ્થ્ય અને સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

પોતાના વક્તવ્યમાં નિલેશભાઈ શ્રીમાળીએ પોષણ અંગે જાગૃતિ લાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી થવા ગ્રામજનોને અપીલ કરી હતી.આ પ્રસંગે મુખ્ય સેવિકા વનિતાબેન ત્રિવેદી દ્વારા ઉપસ્થિત કિશોરીઓ અને માતાઓને સ્વાસ્થ્યની જાળવણી, વ્યક્તિગત સ્વચ્છતા તથા પોષણક્ષમ આહાર અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાળકોના આરોગ્ય અને પોષણને પ્રાધાન્ય આપતાં ઉપસ્થિત બાળકોને તાજાં ફળો અને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હોય તેવા બાળકોને ‘પોષણ ચેમ્પિયન’ જાહેર કરી મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

•આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને આશા કાર્યકરોનું સન્માન

ગ્રામ્ય સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર અને આશા કાર્યકર બહેનોની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે સગર્ભા અને ધાત્રી બહેનો તેમજ કિશોરીઓને મુખ્યમંત્રીનો વિશેષ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારી યોજના હેઠળ લાભાર્થી બહેનોને ટેક હોમ રાશન (THR)ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામ્ય સ્તરે કુપોષણ નાબૂદ કરવાના હેતુથી લાભાર્થીઓને પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ તથા આરોગ્યની કાળજી રાખવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

•ચિત્ર સ્પર્ધા

More Read

રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ
ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ
સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!

આ કાર્યક્રમમાં બાળકો અને કિશોરીઓ માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પ્રજામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

•મહાનુભાવો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં સરપંચ સહિત આગેવાનો અને આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, આશા કાર્યકરો, ગ્રામજનો, કિશોરીઓ અને માતાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આગણવાડી કાર્યકર શ્રી દક્ષાબેન દરજી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ હેતલબેન દરજી દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ બાળકોને કેળા અને સુખડીનો નાસ્તો આપવામાં આવ્યો હતો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સાંતલપુરને અલગ તાલુકો બનાવવા ચોરાડ વિસ્તાર એક મંચ પર
Next Article રાધનપુર પોલીસ સ્ટેશનનું IG (આઇજી) પરીક્ષિતા રાઠોડ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું

ગુજરાત

પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

ગુજરાત

ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

ગુજરાત

રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર

Politics ગુજરાત

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video