Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું
ગુજરાત

મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું

Rajeshkumar Jadav
Last updated: October 27, 2026 10:11 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું

કેપિટલ મેસેજ 

Capital message 

27, October, 2026

More Read

ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ
સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન
ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

ડભોઇ તાલુકાના ફરતીકૂઈથી વેગા સુધીના અત્યંત મહત્વપૂર્ણ માર્ગ પર મીડિયાના અહેવાલની જબરદસ્ત અસર જોવા મળી છે. નવો રોડ તૈયાર થઈ ગયા બાદ તેના પર ટ્રાફિક અને સુરક્ષા માટે અનિવાર્ય એવા સફેદ પટ્ટા (રોડ માર્કિંગ) મારવાનું તંત્ર સાવ ભૂલી ગયું હતું. આ ગંભીર બેદરકારી સામે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા જ નિંદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું છે અને માત્ર ૧૦૦ કલાકની અંદર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે મહત્વનો માર્ગ

વિશ્વપ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરફ જતા આ મુખ્ય માર્ગનું નવીનીકરણ ઘણા સમય પહેલાં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. નવો ડામર રોડ તો બની ગયો, પરંતુ રાત્રિના સમયે વાહનચાલકોની સુરક્ષા માટે અત્યંત જરૂરી એવા સફેદ પટ્ટા મારવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાવ ભૂલી ગયા હતા. જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને ધુમ્મસભર્યા વાતાવરણમાંવાહનચાલકોને અકસ્માતનો ભારે ભય સતાવી રહ્યો હતો.

More Read

રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ

મીડિયાના અહેવાલ બાદ ૧૦૦ કલાકમાં કામગીરી શરૂ સ્થાનિક લોકો અને પ્રવાસીઓની આ સમસ્યાને વાચા આપતો અહેવાલ ત્રણ દિવસ પહેલાં મીડિયા દ્વારા પ્રમુખતાથી રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ઉચ્ચ સ્તરે દોડધામ મચી ગઈ હતી અને તેની સીધી અસર ગણતરીના કલાકોમાં જોવા મળી. તંત્ર દ્વારા તાબડતોબ મશીનરી અને કર્મચારીઓને સ્થળ પર ઉતારીને માર્ગ પર સફેદ પટ્ટા લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.તંત્રની કાર્યપદ્ધતિ સામે જનતામાં સવાલો

જોકે આ કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રાહતની લાગણી તો પ્રસરી છે, પરંતુ સાથે સાથે એક મોટો સવાલ પણ ઊભો થયો છે કે, શું સરકારી તંત્ર સામાન્ય જનતાની મુશ્કેલીઓને પોતાની મેળે જોઈ શકતું નથી? જ્યારે મીડિયામાં અહેવાલ આવે અથવા કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ કેમ તંત્ર સફાળું જાગે છે?સફેદ પટ્ટા લાગી જતાં હવે રાત્રિના સમયે વાહન ચલાવવું સુરક્ષિત બન્યું છે, જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ તેમજ રોજેરોજ અપડાઉન કરતા સ્થાનિક વાહનચાલકોએ મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન
Next Article સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

27/10/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

ગુજરાત

શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ગુજરાત

PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!

ગુજરાત

ડભોઇનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video