શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી
ટ્રસ્ટની સેવાકીય કામગીરીને બિરદાવી
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના વઢિયાર પંથકના શંખેશ્વર ખાતે કાર્યરત જન મંગલ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી જરૂરિયાતમંદો તેમજ મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.ટ્રસ્ટના સંચાલક જિજ્ઞાબેન શેઠ દ્વારા ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુસર શિક્ષિત દીકરીઓ અને મહિલાઓને કોમ્પ્યુટર શિક્ષણ, શિવણકામ, હેન્ડ વર્ક સહિતની વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણ, કોમ્પ્યુટર ક્લાસ તેમજ સરકારી યોજનાઓના લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે.

જન મંગલ સેવા ટ્રસ્ટની શરૂઆત માત્ર એક કોમ્પ્યુટરથી કરવામાં આવી હતી, પરંતુ આજે સંસ્થામાં આશરે 50 જેટલા કોમ્પ્યુટર દ્વારા દીકરા-દીકરીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓના માધ્યમથી શિક્ષણ મેળવી અનેક યુવાનો વિદેશોમાં પણ નોકરી માટે પહોંચ્યા છે.તેમજ દીકરીઓને નર્સિંગ કોર્સની તાલીમ અપાવી નામચીન હોસ્પિટલોમાં રોજગાર મેળવવામાં મદદરૂપ થવાનું સેવાકાર્ય પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેવાડાના વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર જિજ્ઞાબેન શેઠની સેવાકીય કામગીરીની દેશ-વિદેશમાં નોંધ લેવાઈ છે અને વિવિધ એવોર્ડ દ્વારા તેમની કામગીરીને સન્માનિત કરવામાં આવી છે.
તાજેતરમાં પોઝિટિવ પાજીએ જન મંગલ સેવા ટ્રસ્ટની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોઝિટિવ પાજીએ ટ્રસ્ટની સેવાકીય કામગીરીની પ્રશંસા કરી મહિલાઓ અને બાળકોના શિક્ષણ તથા આત્મનિર્ભરતા માટે કરવામાં આવ છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
