Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
ક્રાઈમ

પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

Rajeshkumar Jadav
Last updated: October 18, 2026 8:07 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

 

પાટણ LCBની મોટી કામગીરી: ચાર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હિંમતનગરથી ઝડપી

ઝડપાયો

હારીજ, મેઘરજ, બાયડ અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડી પાટણ LCBએ વધુ તપાસ માટે હારીજ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી

More Read

પાટણ:પોલીસની મેગા ડ્રાઇવ: 260 સ્થળોએ દરોડા: રૂ.16.68 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો
કચ્છના સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી, ચાર પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
અમરેલીમાં આંગણીયા પેઢીના માલિકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ
હારીજમાં ખોટી નંબર પ્લેટવાળી ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

પાટણ LCBની મોટી સફળતા: 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો
પાટણના સરસ્વતી:ઊંટવાડામાં 45થી50 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર
યુવતીના અપહરણના ગંભીર આક્ષેપમાં રાધનપુરના PSI પ્રવીણ મોરી સસ્પેન્ડ
એ.સી.બી ની સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરીક

પાટણ: પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. હારીજ, અરવલ્લી જિલ્લાના મેઘરજ અને બાયડ તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી અજયકુમાર કનૈયાલાલ કહારને હિંમતનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા પાટણ જિલ્લા તેમજ અન્ય રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પાટણ LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

ડમ્પર વેચાણના કરારના નામે છેતરપિંડીનો આક્ષેપ

હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, ફરિયાદીની ડમ્પર ગાડી નંબર GJ-24-X-5588 અને સાહેદ અરવિંદજીની ડમ્પર ગાડી નંબર GJ-12-BW-9606ના વેચાણ કરાર કરવામાં આવ્યા હતા. ફરિયાદીની ડમ્પર ગાડીની કિંમત રૂ. 29,36,400 અને સાહેદની ડમ્પર ગાડીની કિંમત રૂ. 28,49,200 હોવાનું નોંધાયું છે. આ બંને વાહનો વેચાણે રાખ્યા બાદ વાહનો અથવા તેમની કુલ રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2) અને 54 હેઠળ વર્ષ 2025માં ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં નાસતા ફરતા આરોપી અજયકુમાર કનૈયાલાલ કહાર, રહે. એફ/184, રાજલક્ષ્મી સોસાયટી, શિવમ વિદ્યાલય સામે, આજવા રોડ, કમલાનગર, વડોદરા,ને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હિંમતનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

ચાર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં આરોપી વોન્ટેડ

More Read

એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરીક
રાધનપુર પોલીસે 9 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો: એક આરોપી ઝડપાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક
ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત રેલવે પોલીસ ટીમ ની એક મોટી કાર્યવાહી

પકડાયેલા આરોપી સામે હારીજ પોલીસ સ્ટેશન ઉપરાંત અરવલ્લી જિલ્લાના મેઘરજ અને બાયડ પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. આ ચારેય ગુનાઓમાં આરોપી નાસતો ફરતો હતો.

અગાઉના ગુનાઓનો પણ ઇતિહાસ

પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આરોપી સામે અગાઉ પાટણ શહેર બી ડિવિઝન, વડોદરા શહેરના કિશનવાડી, વલસાડ રૂરલ, અરવલ્લીના ધનસુરા અને મોડાસા ટાઉન, વડોદરા ગ્રામ્યના દેસર, ભરૂચના રાજપારડી તેમજ ખેડા ટાઉન સહિતનાં પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ કેસોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો, મારામારી, ધમકી અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.

LCBની ટીમની કામગીરી

આ કામગીરીમાં પાટણ LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી અને પી.વી. ચૌધરી તેમજ એ.હેડ કોન્સ્ટેબલ કુલદીપકુમાર લક્ષ્મીદાસ, લખનકુમાર અમૃતભાઈ, હસમુખસિંહ અમરાભાઈ અને સતિષકુમાર અમથાભાઈ જોડાયા હતા.

ઝડપી પાડવામાં આવેલા આરોપીને હારીજ પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ
Next Article શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં શાનદાર પ્રદર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી ની સફળ ટ્રેપ,ફરિયાદી : એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી – એક જાગૃત નાગરીક

ક્રાઈમ

ડમ્પરમાં ગુપ્ત ખાનામાં સંતાડેલો રૂ.18.94 લાખનો વિદેશી દારૂ જપ્ત, બે ઝડપાયા

ક્રાઈમ

પાટણ LCBએ ગાભણ ભેંસની કતલનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો

ક્રાઈમ

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video