જીતો અમદાવાદ ચેપ્ટરના નવા કાર્યકાળનો શપથગ્રહણ સમારોહ યોજાશે
ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહેશે મુખ્ય અતિથિ; વૈભવ શાહ સહિત નવા હોદ્દેદારો ગ્રહણ કરશે પદભાર
Capital message
અમદાવાદ: જીતો (JITO – Jain International Trade Organisation) અમદાવાદ ચેપ્ટરના આગામી કાર્યકાળ માટે નવા હોદ્દેદારોના ઇન્સ્ટોલેશન અને શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આગામી કાર્યકાળના ચેરમેન તરીકે વૈભવ શાહ (મોનાર્ક નેટવર્ક કેપિટલ ગ્રુપ) સહિત નવી ટીમના હોદ્દેદારો શપથ ગ્રહણ કરશે.
આ સમારોહ શનિવાર, 17 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9:30 કલાકે અમદાવાદમાં એસબીઆર સ્થિત રાજપથ ક્લબ નજીક આવેલી જેડ બેન્ક્વેટ ખાતે યોજાશે. જીતો અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહી નવા કાર્યકાળની શરૂઆતના સાક્ષી બનશે.

સમારોહમાં નવા કાર્યકાળના ચેરમેન તરીકે વૈભવ શાહ, સિનિયર વાઇસ ચેરમેન તરીકે પ્રવેશ મહેતા, ચીફ સેક્રેટરી તરીકે અમિત બંથિયા અને ટ્રેઝરર તરીકે આશિષ શાહ સહિતની ટીમની જવાબદારીઓની ઔપચારિક શરૂઆત થશે.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન જીતો એપેક્સ ટીમ સાથે નેટવર્કિંગ બ્રેકફાસ્ટ, ઇન્સ્ટોલેશન અને શપથગ્રહણ સમારોહ તેમજ ઇન્ટરેક્ટિવ લંચનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદ, સહકાર, વ્યવસાયિક નેટવર્કિંગ અને વિકાસની નવી તકોને પ્રોત્સાહન આપવાનો છે.
“કનેક્ટ, કોલેબોરેટ અને ગ્રો”ના સંદેશ સાથે યોજાનારો આ સમારોહ જીતો અમદાવાદ ચેપ્ટરના નવા કાર્યકાળ માટે નવી દિશા અને નવી ઊર્જાનો પ્રારંભ બની રહેશે. ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહેશે.
રાજેશ જાદવ, કેપિટલ મેસેજ
Capital message
