Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાના મેળવવા ૨૫ ઓક્ટોબર સુધી અરજી કરવી
ગુજરાત

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાના મેળવવા ૨૫ ઓક્ટોબર સુધી અરજી કરવી

Rajeshkumar Jadav
Last updated: October 16, 2026 7:43 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાના મેળવવા ૨૫ ઓક્ટોબર સુધી અરજી કરવી

 

કેપિટલ મેસેજ 

Capital message

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાના મેળવવા ઇચ્છુક અરજદારોએ ધી એક્સપ્લોઝિવ રૂલ્સ-૨૦૦૮ની જોગવાઈઓ મુજબ નિયત નમૂનામાં જરૂરી આધાર-પુરાવા સાથે તા. ૨૫/૧૦/૨૦૨૬ સુધીમાં સંબંધિત કચેરીમાં અરજી કરવાની રહેશે, તેમ પ્રાંત કચેરી દ્વારા જણાવાયું છે.

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

હંગામી પરવાના માટે અરજદારોએ નિયત ફોર્મ A.E.5માં રૂ.૩નો કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી કરવાની રહેશે. સાથે ધી એક્સપ્લોઝિવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શેડ્યૂલ-VI હેઠળ સ્ક્રુટિની ફી પેટે રૂ.૩૦૦ તથા લાયસન્સ ફી પેટે રૂ.૬૦૦, એમ કુલ રૂ.૯૦૦ની રકમ “૦૦૭૦ અધર એડીએમ” સદરે બેંક/તિજોરીમાં ચલણથી જમા કરાવી અસલ ચલણ રજૂ કરવાનું રહેશે.

અરજદારે સૂચિત ધંધાના સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલી અન્ય દુકાનોના ધંધાના પ્રકાર, શાળા, કોલેજ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, પેટ્રોલ પંપ તથા રક્ષિત ઇમારતોની વિગતો દર્શાવતો નકશો રજૂ કરવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે નગરપાલિકા દ્વારા અને ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા પ્રમાણિત નકશો રજૂ કરવો જરૂરી છે.

આ ઉપરાંત, સ્થળની માલિકીનો પુરાવો અથવા ભાડાની દુકાન હોય તો નોટરાઇઝ્ડ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલ ભાડા કરાર તથા દુકાનના માલિકનો રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર પર સંમતિ જવાબ રજૂ કરવાનો રહેશે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરની સહીવાળું ના-વાંધા પ્રમાણપત્ર (NOC), ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે ફાયર ઓફિસરનું પ્રમાણપત્ર તથા ધંધાના સ્થળના ૬ x ૪ સાઇઝના ત્રણ ફોટોગ્રાફ પણ અરજી સાથે જોડવાના રહેશે.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

અરજદાર કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તેમજ તેમને કોઈ સજા કે દંડ થયેલ નથી તે અંગે સંબંધિત કાર્યક્ષેત્રના ક્ષેત્રીય પોલીસ અધિકારીનું પ્રમાણપત્ર તથા રહેઠાણ અને જન્મતારીખના પુરાવા પણ રજૂ કરવાના રહેશે.

ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા દ્વારા સ્થળ ફાળવવામાં આવ્યું હોય તો અરજીમાં ફાળવવામાં આવેલા સ્થળની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. આવા કિસ્સામાં ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી સુરક્ષિત જગ્યાએ ફાળવાયેલા પ્લોટ માટે પરવાનો મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા સ્થળ ફાળવવામાં ન આવ્યું હોય તો અરજદારે ધી એક્સપ્લોઝિવ રૂલ્સ-૨૦૦૮ તથા સરકારશ્રીની વખતોવખતની જોગવાઈઓને અનુરૂપ પોતે નિર્ધારિત કરેલા સ્થળ માટે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરનું ના-વાંધા પ્રમાણપત્ર અને ફાયર સેફ્ટી અંગેનું ફાયર ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.

હંગામી પરવાના માટેનાં અરજીપત્રકો રાધનપુર અને સાંતલપુર મામલતદાર કચેરીની એટીવીટી શાખામાંથી કચેરી સમય દરમિયાન ચાલુ દિવસોમાં મેળવી શકાશે. નિયત સમયમર્યાદામાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે પૂર્ણ અરજી રજૂ કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમજ ભરવામાં આવેલી સ્ક્રુટિની ફી અને લાયસન્સ ફી પરત આપવામાં આવશે નહીં.

હંગામી પરવાનો મેળવ્યા બાદ પરવાનામાં દર્શાવેલી તમામ શરતોનું સંપૂર્ણ પાલન કરવું ફરજિયાત રહેશે. આથી રાધનપુર અને સાંતલપુર તાલુકાના સંબંધિત અરજદારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવા પ્રાંત કચેરી દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ રાજેશ જાદવ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: મહિલા ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે તાલીમ યોજાઈ
Next Article જીતો અમદાવાદ ચેપ્ટરના નવા કાર્યકાળનો શપથગ્રહણ સમારોહ યોજાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ : વડાવલીમાં ભાજપ કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત : પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video