પી .પી.જી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ ખાતે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કેપિટલ મેસેજ
Capital message
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાઇબર ગુનાઓ તથા ઑનલાઇન છેતરપિંડી સામે સજાગ બને તેવા શુભ આશયથી પી.પી.જી.એક્સપેરિમેન્ટલ મુકામે પાટણ જિલ્લા પોલીસના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી એક વિશેષ ‘સાઇબર ક્રાઇમ જાગૃતિ અને માર્ગદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટણ બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને તેમની ટીમે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાઇબર સુરક્ષા અંગેનું પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઓનલાઇન ગેમિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકિંગ, ફેક કૉલ્સ, લોટરી કે જોબ ફ્રોડ તેમજ તાજેતરમાં વધેલા ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા સાઇબર ગૂનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આવા ફ્રોડથી બચવા માટે OTP કે પિન શેર ન કરવો, અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું અને સોશિયલ મીડિયા પર ખાનગી માહિતી સુરક્ષિત રાખવી જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જો કોઈ વ્યક્તિ સાઇબર ક્રાઇમનો ભોગ બને, તો પ્રથમ ૧ કલાક (Golden Hour) દરમિયાન તુરંત જ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૯૩૦ (1930) અથવા www.cybercrime.gov.in પર સંપર્ક કરવા અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી.
“આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓને જવાબદાર અને સુરક્ષિત નાગરિક બનવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.” ડૉ. જય ધ્રુવ
શાળાના સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર વિવિધ પ્રકારના સ્કેમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.વર્તમાન સમયે ડિજિટલ કંકોત્રી, ઇ – ચલણ, Apk ફાઇલ જેવા ફ્રોડથી સાવધાન રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમના શાળાના શિક્ષકો વિપુલભાઈ ભાટિયા , વિપુલભાઈ ચૌધરી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં..સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.દાનેશ મોદીએ કર્યું હતું.
