Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

Rajeshkumar Jadav
Last updated: September 25, 2026 11:43 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો…

શેઠ એમ. એન. હાઇસ્કુલના પટેલ વેદે મોડલ પ્રેઝન્ટેશનમાં બીજો નંબર અને જોષી કહેરારામે રોલ પ્લેમાં ત્રીજો નંબર મેળવી શાળાને

અપાવ્યું ગૌરવ…

શેઠ એમ. એન. હાઇસ્કુલની ગણિતની પ્રતિભાઓએ રાજ્ય કક્ષાએ પાટણનું નામ રોશન કર્યું.

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ તથા શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ, સોનગઢ, જિ. ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્ય કક્ષાનો ૨૦મો રાજ્ય ગણિત મહોત્સવ યોજાયો હતો. ગણિત ક્ષેત્રે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, તર્કશક્તિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપતા આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના બે વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પટેલ વેદ નીતિનકુમારે મોડલ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે જોષી કહેરારામ હીરાલાલે રોલ પ્લે સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી શાળાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કર્યું હતું.

બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમની સતત મહેનત, વિષયની ઊંડી સમજ, સર્જનાત્મક અભિગમ અને અસરકારક રજૂઆતનું પરિણામ છે. ખાસ કરીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કરીને તેમણે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ નવી પ્રેરણાનું સર્જન કર્યું છે.

શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને માર્ગદર્શક ડૉ. અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગણિતને માત્ર પાઠ્યપુસ્તકના વિષય તરીકે નહીં, પરંતુ પ્રયોગ, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ સાથે જોડીને પોતાની પ્રતિભા રજૂ કરી હતી.

આ રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવમાં ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં ડૉ. ચંદ્રમોલી જોશી, ચેરમેનશ્રી – ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ; ડૉ. જે. જે. રાવલ – સિનિયર સાયન્ટિસ્ટ; ડૉ. એકતા શાહ – યંગ સાયન્ટિસ્ટ, નાસા; મોહનજી – સાયન્ટિસ્ટ, રાજસ્થાન; ડૉ. પરેશભાઈ સરવૈયા – સિનિયર સાયન્ટિસ્ટ, ઈસરો; તથા મહેશભાઈ મહેતા – ભારત ભૂષણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

More Read

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો
અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ
ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો
સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

આવા પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના બે વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરવું શાળા પરિવાર માટે વિશેષ ગૌરવની બાબત બની છે.

વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ તથા મંત્રી મનસુખભાઈ પટેલે બંને વિજેતા વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક ડૉ. અલ્પેશકુમાર પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
Next Article શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

ગુજરાત

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ બિનરહેણાક મકાનોની સફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video