ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી

કેપિટલ મેસેજ, ન્યુઝ
૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે. ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. હાર્દિક શાહ ડીન અને ડૉ. પારૂલ શર્મા મેડિકલ સુપ્રિટેન્ટેન્ટ હાજર રહ્યા હતા. તેમજ ડેન્ટલ વિભાગમાં ફરજ બજાવતા ડૉ. રૂપલ મહેતા (પ્રધાયપક), ડૉ. મયંક ચાતુર્વેદી (સહ પ્રાધ્યાપક), ડૉ. મિતલ પંચાલ (ટ્યૂટર) ડૉ પ્રેયશી ભોજક ( DEIC મેડિકલ ઓફિસર), નીવાસી તબીબી અધિકારી ડૉ.રમેશ પ્રજાપતિ, એ એન એસ કેસીબેન તેમજ વિભાગનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતા. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ભાષણથી કરવામાં આવી હતી, જેમાં દાંત અને મોઢાની સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ ઓરલ હેલ્થના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીન સાહેબ અને મેડિકલ સુપ્રિટેન્ટેન્ટએ પણ દાંતની યોગ્ય કાળજી રાખવા અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન દર્દીઓ અને સ્ટાફ માટે દાંતની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ઓરલ હાઇજીન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જરૂરીયાતમંદ દર્દીઓને મફત ટયૂથપેસ્ટ અને ટયૂશબબુશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત, યોગ્ય રીતે બ્રશ કરવાની પદ્ધતિ અને દાંતના રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા આમ આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
