રાધનપુરમાં ભાજપ કિસાન મોરચાની બેઠક : સંગઠન મજબૂત બનાવવા સંકલ્પ

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર: પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાધનપુર ખાતે કિસાન મોરચાના શહેર તથા તાલુકાના કાર્યકર્તાઓની ભાવભીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં એકતા અને સંકલ્પની ગુંજ સાથે સંગઠનને વધુ સશક્ત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન ગામડે ગામડે સંગઠનને મજબૂત બનાવવા માટે ગ્રામ સંયોજક અને વોર્ડ સંયોજકોની નિમણૂક અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ પરંપરાગત “ખાટલા બેઠક” જેવી લોકસંસ્કૃતિને જીવંત રાખવા માટે દરેક ગામમાં જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સમજવા અને ઉકેલવા સંકલ્પ લેવાયો.

આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભોજાભાઈ આહીર, મંત્રી જલ્પેશભાઈ પટેલ, એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના જિલ્લા સંયોજક પ્રવીણભાઈ પટેલ, તાલુકા પ્રમુખ માલાભાઈ આહીર, શહેર પ્રમુખ નવીન પટેલ તેમજ તાલુકા અને શહેરના મહામંત્રીઓ અને અનેક કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
બેઠક અંતે “ખેડૂતના હિતમાં સંગઠન મજબૂત-એ જ આપણી સાચી પ્રતિબદ્ધતા”ના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
